બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વિધાનસભામાં ઉઠ્યો બાળકોના કુપોષણનો સવાલ, તો માહિતીમાં થયા ચોંકાવનારા ખુલાસા

ગાંધીનગર / વિધાનસભામાં ઉઠ્યો બાળકોના કુપોષણનો સવાલ, તો માહિતીમાં થયા ચોંકાવનારા ખુલાસા

Priykant Shrimali

Last Updated: 12:54 PM, 14 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Assembly : ગુજરાત વિધાનસભામાં કુપોષણ મુદ્દે ચર્ચા : રાજ્યના 20 જિલ્લાઓમાં 4 લાખથી વધુ બાળકો કુપોષિત, અહીં જાણો શું કહ્યું મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષા વકીલે ?

Gujarat Assembly : ગુજરાત વિધાનસભાની બેઠકની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થઈ હતી. આ દરમિયાન રાજ્યમાં કુપોષણના મુદ્દે ચર્ચા થઈ અને કેટલાક મહત્વના આંકડા સામે આવ્યા. વિગતો મુજબ સરકાર તરફથી આપવામાં આવેલા લેખિત જવાબ મુજબ રાજ્યના 20 જિલ્લાઓમાં કુલ 4,03,051 બાળકો કુપોષણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આમાં ઓછા વજનવાળા અને અતિ ઓછા વજનવાળા બાળકોનો પણ સમાવેશ થાય છે.

શું કહ્યું મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષા વકીલે ?

આ મુદ્દે ચર્ચા દરમિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષા વકીલએ ગૃહમાં જણાવ્યું હતું કે, ક્યારેક લોકો સારી વાનગી ખાય છે છતાં શરીરને જરૂરી પોષણ મળતું નથી. તેમના જણાવ્યા મુજબ અગાઉ લોકો આંતરડાને અનુરૂપ અને શરીરને ફાયદાકારક ખોરાક લેતા હતા, જ્યારે આજકાલ ઘણા લોકો માત્ર સ્વાદ માટે ખોરાક પસંદ કરે છે. જેના કારણે પણ પોષણની સમસ્યા ઊભી થતી હોય છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર જિલ્લા અને તાલુકા સ્તરે જઈને પરિસ્થિતિની સમીક્ષા કરી રહી છે. તેમના જણાવ્યા મુજબ કેટલાક લોકો જૂના આંકડાઓ રજૂ કરી રહ્યા છે, જ્યારે તાજેતરના આંકડા મુજબ સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. તેમણે એવું પણ કહ્યું કે બાળકોની ખાવાની ટેવમાં આવેલા બદલાવના કારણે પણ ઘણા બાળકોને પૂરતું પોષણ મળતું નથી.

વિધાનસભામાં રજૂ થયેલા આંકડા મુજબ કેટલાક આદિવાસી વિસ્તારોમાં કુપોષણની સમસ્યા વધુ ગંભીર છે. છોટા ઉદેપુર, દાહોદ અને નર્મદા જેવા જિલ્લાઓમાં કુપોષિત બાળકોની સંખ્યા વધુ નોંધાઈ છે. જિલ્લાવાર આંકડાઓ મુજબ તાપીમાં 8848, નર્મદા 8881, છોટાઉદેપુર 32644, પંચમહાલ 41524, આણંદ 12704, ખેડા 37180, વલસાડ 14974, ડાંગ 6440, મહીસાગર 15676, દાહોદ 32776, ગીર રસોમનાથ 10378, જૂનાગઢ 10204, પાટણ 14280, ભરૂચ 22906, અમદાવાદ 12822, ગાંધીનગર 12934, બનાસકાંઠા 38782, કચ્છ 23093 અરવલ્લી 12824 અને સાબરકાંઠા 33176 બાળકો કુપોષિત હોવાનું જણાવાયું છે.

આ પણ વાંચો : આગેવાનોની બેઠક વચ્ચે સિંગર કિંજલ રબારીએ મધરાત્રે ઇન્સ્ટાગ્રામના વીડિયો ડિલિટ કર્યા, સમાધાનની ચર્ચા!

મહત્વનું છે કે, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ આ મુદ્દે મહત્વપૂર્ણ સૂચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કેટલાક વિસ્તારોમાં સામાજિક માન્યતાઓના કારણે કિશોરીઓ આંગણવાડીમાં આપવામાં આવતો ખોરાક લેતા સંકોચ અનુભવે છે. ઘણા વખત આંગણવાડી કાર્યકર્તાઓ ખોરાક આપવા જાય ત્યારે કિશોરીઓ તેને સ્વીકારતી નથી. તેમણે વધુમાં કહ્યું કે ખોરાકની ગુણવત્તા અને ઉપલબ્ધતા બંને બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. સાથે-સાથે યોગ્ય વ્યક્તિ સુધી ખોરાક પહોંચે છે કે નહીં તે માટે સચોટ ટ્રેકિંગ સિસ્ટમ પણ જરૂરી છે. જો ખોરાક જરૂરિયાત ધરાવતા લોકો સુધી યોગ્ય રીતે પહોંચશે તો જ કુપોષણ ઘટાડવામાં સફળતા મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat malnutrition data Manisha Vakil statement Child malnutrition Gujarat
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ