બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આગેવાનોની બેઠક વચ્ચે સિંગર કિંજલ રબારીએ મધરાત્રે ઇન્સ્ટાગ્રામના વીડિયો ડિલિટ કર્યા, સમાધાનની ચર્ચા!

મોટા સમાચાર / આગેવાનોની બેઠક વચ્ચે સિંગર કિંજલ રબારીએ મધરાત્રે ઇન્સ્ટાગ્રામના વીડિયો ડિલિટ કર્યા, સમાધાનની ચર્ચા!

Priykant Shrimali

Last Updated: 10:48 AM, 14 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kinjal Rabari Marriage Controversy : બનાસકાંઠામાં સામાજિક આગેવાનોની બેઠક મળી અને મોડી રાત્રે કિંજલ રબારીએ વીડિયો કર્યા ડિલીટ, જાણો શું છે સમગ્ર મામલો ?

Kinjal Rabari Marriage Controversy : ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારી ફરી એક વખત ચર્ચામાં આવી છે. તાજેતરમાં તેમના આંતરજ્ઞાતીય લગ્નને લઈને સોશિયલ મીડિયામાં મોટી ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન તેમણે મોડી રાત્રે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કેટલાક વીડિયો અને પોસ્ટ ડિલિટ કરી દીધી છે. જોકે હવે સોશિયલ મીડિયા પર એવી પણ ચર્ચા છે કે, બંને પક્ષે સમાધાન થઈ ગયું છે પણ અહીં એક પણ ખાસ નોંધનીય છે કે, સમાધાનને લઈ હજી સુધી કોઈ ચોક્કસ કે સત્તાવાર માહિતી સામે આવી નથી. ઉલ્લેખનિય છે કે, અગાઉ કિંજલ રબારીએ પોસ્ટમાં તેમણે પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાની વાત કરી હતી. પરંતુ હવે તે પોસ્ટ અચાનક હટાવી દેતાં લોકોમાં ફરીથી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

વીડિયો કેમ હટાવ્યા તે અંગે સ્પષ્ટતા નથી

કિંજલ રબારીએ પોતાના સોશિયલ મીડિયા પરથી વીડિયો અને પોસ્ટ કેમ દૂર કરી તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. આ કારણે સોશિયલ મીડિયા પર વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

આ તરફ હવે મીડિયા અહેવાલો મુજબ આ ઘટનાથી એક દિવસ પહેલાં રબારી અને ચૌધરી સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી. આ બેઠક બનાસકાંઠા જિલ્લામાં બંધ બારણે યોજાઈ હતી. બેઠકમાં સમાજના યુવાનો પોતાના સમાજમાં જ લગ્ન કરે તેવા મુદ્દે ચર્ચા થઈ હતી. ઉપરાંત જે યુવક-યુવતીઓએ અન્ય સમાજમાં લગ્ન કર્યા છે, તેઓને ફરી સમાજ સાથે જોડવાના પ્રયાસો અંગે પણ વિચારવિમર્શ થયો હોવાનું જાણવા મળ્યું છે.

પહેલા વીડિયોમાં શું કહ્યું હતું ?

જાણો શું હતો સમગ્ર મામલો ? VIDEO : ગુજરાતી સિંગર કિંજલ રબારીએ આંતરજાતિય લગ્ન કર્યાં, પતિ પર હુમલો થતાં સોશિયલ મીડિયામાં કર્યો ખુલાસો

બીજા વીડિયોમાં શું કહ્યું હતું ?

પોસ્ટ ડિલિટ થતાં ચર્ચા વધુ તેજ

આ બધાની વચ્ચે ગઇકાલે રાત્રે જ અચાનક કિંજલ રબારીએ પોતાના સોશિયલ મીડિયા પરથી પોસ્ટ અને વીડિયો ડિલિટ કરતાં લોકોમાં વધુ ઉત્સુકતા જોવા મળી રહી છે. ઘણા લોકો આ નિર્ણય પાછળનું કારણ જાણવા માંગે છે. હાલમાં આ મુદ્દે કિંજલ તરફથી કોઈ નવી સ્પષ્ટતા આપવામાં આવી નથી, પરંતુ સોશિયલ મીડિયામાં આ મુદ્દે ચર્ચા સતત ચાલી રહી છે કે, બંને પક્ષો વચ્ચે સમાધાન થયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kinjal Rabari Marriage Controversy Kinjal Rabari News Intercaste Marriage News
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ