ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / ગાંધીનગરના સમાચાર / આજે ગુજરાતનો સ્થાપના દિવસ, સુરતમાં CMની હાજરીમાં અનેક કાર્યક્રમો યોજાશે

ગૌરવ / આજે ગુજરાતનો સ્થાપના દિવસ, સુરતમાં CMની હાજરીમાં અનેક કાર્યક્રમો યોજાશે

Published By: Priykant Shrimali

Last Updated: 08:25 AM, 1 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Foundation Day : વાય જંકશનથી લઈને લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ સુધીનો માર્ગ ભવ્ય પોલીસ પરેડ માટે તૈયાર કરવામાં આવ્યો, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકમાં

ADVERTISEMENT

Gujarat Foundation Day : આજે 1 મેનો દિવસ સમગ્ર ગુજરાત માટે ગૌરવ અને ઉત્સવનો દિવસ છે. ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં સુરત શહેરમાં રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણીનું આયોજન ખાસ આકર્ષણ બની રહ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યપાલ અને ઉપમુખ્યમંત્રીની ઉપસ્થિતિ કાર્યક્રમને વધુ વિશિષ્ટ બનાવશે.

સુરત શહેર આજે દેશભક્તિ, શૌર્ય અને સંસ્કૃતિના રંગોમાં રંગાઈ ગયું છે. વાય જંકશનથી લઈને લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ સુધીનો માર્ગ ભવ્ય પોલીસ પરેડ માટે તૈયાર કરવામાં આવ્યો છે. સાંજે 6:00 થી 8:00 વાગ્યા દરમિયાન યોજાનારી આ પરેડમાં સુરત પોલીસના જવાનો પોતાની શિસ્ત, તાલમેલ અને બહાદુરીનું અનોખું પ્રદર્શન કરશે.

મહત્વનું છે કે, આ કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ રહેશે બાઈક સ્ટંટ પરેડ, જે દિલ્હી ના રાજપથ જેવી ભવ્યતા સાથે પ્રથમવાર સુરતમાં જોવા મળશે. ખાસ કરીને મહિલા પોલીસ જવાનો સાડીમાં રહીને બાઈક પર જોખમી અને દિલધડક કરતબો રજૂ કરશે, જે દર્શકો માટે યાદગાર ક્ષણો સર્જશે. આ પ્રદર્શન માત્ર મનોરંજન પૂરતું નહીં પરંતુ નારી શક્તિ અને સશક્તિકરણનો મજબૂત સંદેશ આપનારું સાબિત થશે.

આ પરેડ માટે સુરત પોલીસ દ્વારા લાંબા સમયથી કઠોર મહેનત કરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે, જેથી કાર્યક્રમ નિષ્કલંક રીતે પૂર્ણ થાય. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરતના નાગરિકોને મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી આ ગૌરવભેર ક્ષણના સાક્ષી બનવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ડાયમંડ સિટીમાં આજથી સાઉથ ગુજરાત માટે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ, CM પણ રહેશે હાજર

ગુજરાત સ્થાપના દિવસનો ઈતિહાસ પણ એટલો જ મહત્વનો છે. 1 મે 1960ના રોજ દ્વિભાષી બોમ્બે રાજ્યને વિભાજિત કરીને ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજ્યો તરીકે સ્થાપિત થયા હતા. આ દિવસથી ગુજરાતે વિકાસ, ઉદ્યોગ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં સતત પ્રગતિ કરી છે, જે આજે સમગ્ર દેશ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Foundation Day Gujarat Sthapna Divas Cultural Event Gujarat

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ