બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / સુરતના સમાચાર / ભાજપ કાર્યાલયમાં મારામારીનો મામલો, કાર્યકર્તાઓ પર કરવામાં આવી કાર્યવાહી
Last Updated: 09:29 AM, 9 October 2025
Surat BJP Viral Video : સુરત શહેરના ભાજપ કાર્યાલયમાં ગઇકાલે એટલે કે 8 ઓકટોબર અને બુધવારની બપોરે એક ગંભીર અને ચિંતાજનક ઘટના બની હતી. અહીં ભાજપના બે સક્રિય કાર્યકર્તાઓ વચ્ચે ખુલ્લા હાથે મારામારી થઇ ગઈ. સમગ્ર ઘટના કાર્યાલયના બીજા માળે આવેલા વેઇટિંગ રૂમમાં બની હતી. જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવાદે રાજકીય માહોલ ગરમાવ્યો છે. જોકે હવે આ મામલે એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે બંને કાર્યકર્તાને લેખિત નોટિસ પાઠવી છે અને ત્રણ દિવસની અંદર ખુલાસો માંગ્યો છે.
ADVERTISEMENT
BJP ના સુરત મહાનગરના ખજાનચી શૈલેષભાઈ જરીવાળા અને દિનેશભાઈ સાવલિયા વચ્ચે યુદ્ધ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 8, 2025
ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના ખજાનચી શૈલેષભાઈ જરીવાળા અને વરાછા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગરના સક્રિય કાર્યકર્તા દિનેશભાઈ સાવલિયા વચ્ચે કાર્યાલયની અંદર છૂટા હાથે મારામારી થયાનો વીડિયો… pic.twitter.com/Z1r3bmk1nR
શું હતી સમગ્ર ઘટના ?
ADVERTISEMENT
ભાજપના કાર્યકર્તા દિનેશ સાવલિયા બપોરના સમયે કાર્યાલયે પહોંચી રહ્યાં હતા. ત્યાં ચા-નાસ્તા અંગે પટાવાળા સાથે થયેલી સામાન્ય બોલાચાલીનો મુદ્દો ઝડપથી તીવ્ર વિવાદમાં ફેરવાઈ ગયો. આ વાતની જાણ પટાવાળાએ ખજાનચી શૈલેષ જરીવાલાને કરતા જ શૈલેષે દિનેશ સામે આક્ષેપો સાથે વાત કરી. આ તરફ પહેલા બોલાચાલી થઈ અને પછી જ્યારે શૈલેષ જરીવાલાએ દિનેશ ભાઈને ધક્કો મારી દીધો ત્યારે દિનેશ સાવલિયાનો પિત્તો છટકી ગયો અને તેમણે ખજાનચી જરીવાલાને જાહેરમાં લાફો ઝીંકી દીધો. ત્યારબાદ બંને વચ્ચે ઘર્ષણ વધ્યું અને હાથે હાથે મારામારી શરૂ થઇ ગઈ. આ સમગ્ર ઘટનાને કાર્યાલયમાં હાજર કેટલાક કાર્યકર્તાઓએ જોઈ અને બાદમાં તેનો વીડિયો પણ વાયરલ થયો હતો.

ADVERTISEMENT
શહેર પ્રમુખે પાઠવી નોટિસ
આ તરફ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાતા ઘટના અંગે સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે તાત્કાલિક પગલાં લીધાં છે. તેમણે બંને કાર્યકર્તા શૈલેષ જરીવાલા અને દિનેશ સાવલિયા ને લેખિત નોટિસ પાઠવી છે અને ત્રણ દિવસની અંદર ખુલાસો માંગ્યો છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : સુરતના બિલ્ડરની ખરી શ્રદ્ધાંજલિ, શહીદ પરિવારને કરી 21,00,000ની મદદ
ADVERTISEMENT
પાર્ટી શિસ્ત સામે સવાલ
ભાજપ માટે આવી ઘટનાઓ ન માત્ર આંતરિક શિસ્ત પર પણ જાહેર છબી પર પણ નકારાત્મક અસર કરે છે. હવે જોવાનું એ રહેશે કે ત્રણ દિવસ પછી બંને કાર્યકર્તાઓ શું ખુલાસો આપે છે, અને શહેર પ્રમુખ શું પગલાં લે છે. પણ સ્પષ્ટ છે કે, વાયરલ થયેલા આ વીડિયો બાદ પાર્ટીની સ્થાનિક યૂનિટ હવે શિસ્તના મુદ્દે વધુ સતર્ક બનશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.