બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat school start after election
ADVERTISEMENT
ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાકાળ દરમિયાન બંધ રાખવામાં આવેલી સ્કૂલ-કોલેજો હવે ધીરે-ધીરે શરુ કરવામાં આવી રહી છે.
સૂત્રોને મળતી જાણકારી મુજબ રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ 5થી 8 ધોરણની પરીક્ષા લેવાની વિચારણા કરી રહ્યું છે. જ્યારે ધોરણ 1 થી 4માં એકમ કસોટી આધારે પરિણામની વિચારણા પણ કરવામાં આવી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.
ADVERTISEMENT
સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ રાજ્ય સરકાર શિક્ષણનું નવુ સત્ર વહેલુ શરુ કરવાની વિચારણા કરી રહી છે. જ્યારે ઉનાલુ વેકેશ ટુંકુ રાખવાની શિક્ષણ વિભાગની વિચારણા પણ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે 1લી ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ-9 અને 11ના વર્ગ શરૂ થઇ ગયા છે. ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્કૂલો દ્વારા ગાઇડલાઇનનું પાલન કરી વર્ગ શરૂ કરવામાં આવ્યાં હતા. હાલ બાળકોની સુરક્ષાને લઇને પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
કોરોનાકાળ દરમિયાન રાજ્યમાં તમામ સ્કૂલો બંધ હતી. પરંતુ હવે કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેને લઇ સ્કૂલો ફરી શરૂ થઇ રહી છે. સ્કૂલોએ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું . સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપીને પ્રવેશ આપવાનો રહેશે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે જો વર્ગખંડ નાનો પડે તો લાઈબ્રેરી કે લેબોરેટરીનો પણ ઉપયોગ કરી શકાય છે.
માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂરી થઇ ગયા બાદ હવે ઉનાળુ વેકેશન ટૂંકાવવાની તૈયારીઓ બાબતે વિચારણા હાથ ધરાઈ છે. જો ઉનાળુ વેકેશન ટુંકાવવાશે તો નવું શૈક્ષણિક સત્ર પણ સમયસર શરૂ કરવામાં આવશે. સાથે સાથે ધોરણ-૧થી ૪ના વિદ્યાર્થીઓની લોકડાઉનના સમયથી નિયમિતપણે મૂલ્યાંકનના હેતુથી એકમ કસોટી લેવામાં આવી રહી છે. ચાલુ માસે અંતિમ સપ્તાહમાં સાતમી એકમ કસોટી લેવામાં આવશે. ત્યાર બાદ તમામ સાત કસોટીનાં પરિણામને આધારે વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરી દેવામાં આવે તેવી શક્યતા છે.
ધોરણ-૧થી ૪ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનના આધારે નહીં પરંતુ એકમ કસોટીનાં મૂલ્યાંકનના આધાર પર પરિણામ આપવામાં આવશે અને આગળના વર્ગમાં પ્રમોટ કરવામાં આવશે આમ કોરોનાકાળથી ઘેર ઓનલાઇન અભ્યાસ કરીને કંટાળેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહતના સમાચાર છે કે વર્ષ ૨૦૨૧ના વર્ષનું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ થઇ શકશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.