ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat school open central new guidelines unlock6
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન શાળાઓ શરૂ કરવાને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રની અનલોક-6ની નવી ગાઇડલાઇન બાદ નિર્ણય લેવા અંગેની વિચારણા રજૂ કરી છે.
આજરોજ ગાંધીનગર ખાતે રાજ્યના શિક્ષણ અને આરોગ્ય વિભાગ વચ્ચે બેઠક થઇ હતી. રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં બેઠક યોજાઇ હતી. જેમાં શાળાઓ ખોલવા બાબતે આરોગ્ય વિભાગનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. જો કે સંચાલક મંડળે દિવાળી પછી શાળા ખોલવા તૈયારી બતાવી હતી.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે આજરોજ સવારે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. ભુપેન્દ્રસિંહે કહ્યું હતું કે શાળા બંધ થયાને 6 મહિના થયા,ત્યારે ક્યારેને ક્યારે શાળા તો શરુ કરવી પડશે. સરકાર એકલા હાથે નિર્ણય લઇ શકે નહીં. તમામ લોકો સાથે વાર્તાલાપ કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો