બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat School can not open corona pandemic
Hiren
Last Updated: 07:50 PM, 21 December 2020
ADVERTISEMENT
શાળા ખોલવા કે ન ખોલવા અંગે સરકારે ઝડપી નિર્ણય લેવા વાલીઓએ અપીલ કરી છે. ત્યારે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, ગુજરાતમાં હાલ શાળા શરૂ કરવા અંગે કોઇ વિચારણા નહીં. માસ પ્રમોશન અંગે પણ સરકારનો કોઇ નિર્ણય નહીં. યોગ્ય સમયે નિર્ણય લેવાશે, હાલ કોઇ ચર્ચા નહીં. ગાંધીનગરના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વર્ષના શૈક્ષણિક સત્રમાં શાળાઓ શરૂ નહીં થાય તેવી શક્યતા છે. નવા સત્રથી જ શાળા શરૂ કરવાનું સરકારનું આયોજન હોવાનું સૂત્રોનું માનવું છે.
ધોરણ 1થી 8માં માસ પ્રમોશન આપી શકે છે સરકાર
ADVERTISEMENT
એવી શક્યતાઓ છે કે એપ્રિલ માસ સુધી શાળા શરૂ કરી શકાશે નહીં. બોર્ડ પરીક્ષા માટે જાન્યુઆરીથી ફોર્મ ભરવાનું શરૂ થઇ શકે છે. ધોરણ 1થી 8માં માસ પ્રમોશન આપવા બાબતે સરકારની વિચારણા કરી રહી છે. આગામી સમયમાં 9થી 12ની પરીક્ષાને લઈને સરકાર જાહેરાત કરી શકે છે. શાળાઓ શરૂ થાય તો કોરોના સંક્રમણ વધુ ફેલાય તેવી સ્થિતિ છે.
ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓના માસ પ્રમોશન માટે વાલીઓ માંગ કરી રહ્યા છે. દિવાળી બાદ રાજ્ય સરકારનું શાળાઓ શરૂ કરવા અંગે આયોજન હતું. દિવાળી બાદ કોરોનાના કેસો વધતા શાળાઓ શરૂ કરવાનું મોકૂફ રખાયું હતું. હવે શાળાઓ નવા સત્રથી શરૂ થાય તેવી આશા વાલીઓ રાખી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.