બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં સગીરાનો ફોટો મોર્ફ કરીને યુવકે કર્યો વાયરલ, એ પણ સગા વ્હાલાને જ મોકલ્યા
Last Updated: 11:53 AM, 15 April 2025
આજકાલ સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો પોતાના રોજિંદા જીવનના અનેક ફોટા અને વીડિયો મુકતા હોય છે. પરંતુ સોશિયલ મીડિયામાં મુકેલા ફોટોનો તદ્દન દુરૂપયોગ થઇ શકે છે. રાજકોટમાં પણ આવી જ એક ઘટના બની છે. સગીરાના પરિવારે સગાઇ કરવાની ના પાડતા અનિલ કુમાવત નામના યુવકે સગીરાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT
રાજકોટમાં સગીરાનો ફોટો મોર્ફ કરીને યુવકે વાયરલ કર્યો
ADVERTISEMENT
રાજકોટમાંઅનિલ કુમાવત નામના યુવકે સગીરાનો ફોટો મોર્ફ કરીને વાયરલ કર્યા હતા. છેલ્લા 2 મહિનાથી યુવક સગીરા અને તેના પરિવારને પરેશાન કરી રહ્યો હતો. સગીરાના એડિટ કરેલા ફોટા સગાસંબંધીઓને મોકલતો હતો. જેના માટે ખોટા ઇન્ટાગ્રામ આઇડી અને બીજાના ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો. કંટાળીને અંતે પરિવારે પોલીસની મદદ માગી છે. સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરવામાં આવી છે. પીડિતાના પરિવારે ન્યાયની માગણી કરી છે. તો લોકોને પોતાના ફોટા સોશિયલ મીડિયામાં ન મૂકવાની અપીલ કરી છે.
આ પણ વાંચો: ખીચોખીચ મુસાફર, ઓવરલોડ સામાન સાથે વડોદરાના રસ્તે દોડતી વાનનો વીડિયો વાયરલ, કંઇ થયું તો જવાબદાર કોણ?
સોશિયલ મીડિયામાં ફોટા મુકતા લોકો સાવધાન!
આજકાલનાં 5Gનાં યુગમાં આપણે સૌ સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ. આપણી લાઈફનાં તમામ અપડેટ્સ જેવા કે શું જમ્યું, ક્યાં ફર્યાં અને શું પહેર્યું આપણે સતત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં હોઈએ છીએ. પરંતુ આ ક્રેઝ કેટલો યોગ્ય છે અને કેટલો જોખમી એ વિચારવું પણ ખુબ જરૂરી છે. હાલમાં અનેક ઘટના ચોંકવનારી બની રહી છે. જેના કારણે માઠું પરિણામ પણ ભોગવવું પડતું હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં પુરતી પ્રાઈવસી રાખવી જરૂરી છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.