બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટમાં પાણીપૂરી ખાવા નીકળેલી મહિલાની ઘાતકી હત્યા, માથું છૂંદી નાખેલી લાશ મળતાં ચકચાર
Last Updated: 02:01 PM, 23 November 2025
રંગીલા રાજકોટમાં એક ખૌફનાક બનાવ સામે આવ્યો છે. ભગવતીપરામાં એક પરણેલી મહિલાની લાશ મળી આવી હતી. કોપરગ્રીન સોસાયટીમાં રહેચી સ્નેહા આસોડિયા ગત રોજ સાંજના સમયે પાણીપૂરી ખાવા નીકળી હતી. ઘરેથી નીકળતી વખતે તેણે પતિને મેસેજ કરીને કહ્યું કે તેઓ જ્યારે ફેક્ટરીમાંથી છૂટે ત્યારે તેને લેતા જાય. આ પછી તે પાણીપૂરી ખાવા ગઈ અને થોડી વારમાં તેની લાશ મળી આવી હતી.
ADVERTISEMENT
માથું છૂંદીને કરાઈ હત્યા
બેડી ચોકડી નજીકથી સ્નેહાની લાશ મળી હતી. હત્યારાઓએ મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી અને માથું છૂંદી નાખીને આ હત્યા કરી હતી.
ADVERTISEMENT
અજાણ્યા શખ્સો સામે ફરિયાદ
ADVERTISEMENT
હત્યાના આ બનાવની જાણ થતાં જ રાજકોટ પોલીસના કાફલો ઘટનાસ્થળે દોડી ગયો અને તપાસ શરુ કરી દીધી હતી. લાશને પીએમ માટે મોકલીને પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધીને હત્યારાને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.