બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં ફરી જામ્યો વરસાદી માહોલ, રાજકોટ અને વડોદરા સહિત આ જિલ્લાઓમાં મેઘમહેર

photo-story

8 ફોટો ગેલેરી

મેઘતાંડવ / ગુજરાતમાં ફરી જામ્યો વરસાદી માહોલ, રાજકોટ અને વડોદરા સહિત આ જિલ્લાઓમાં મેઘમહેર

Last Updated: 02:40 PM, 15 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં ઘણા દિવસોના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

1/8

photoStories-logo

1. ઘણા દિવસોથી વરસાદનું જોર ઘટી

ગુજરાતમાં ઘણા દિવસોથી વરસાદનું જોર ઘટી જતાં ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો હતો. જોકે હવે લાંબા વિરામ બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. તાપી, નવસારી, વલસાડ, પાટણ, રાજકોટ અને વડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ડાંગર સહિતના પાક માટે આ વરસાદ લાભદાયી માનવામાં આવી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. તાપી જિલ્લામાં

તાપી જિલ્લામાં પણ વરસાદે ફરી દસ્તક આપી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં નોંધાયા છે. વાલોડ, બાજીપુરા અને વ્યારા શહેરમાં વરસાદ પડ્યો હતો. ઉપરાંત વ્યારા શહેરના પાનવાડી વિસ્તારમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. ઘણા દિવસોથી વરસાદ ન હોવાથી લોકો ગરમીથી પરેશાન હતા, પરંતુ વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને રાહતનો અનુભવ થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. નવસારી જિલ્લામાં

નવસારી જિલ્લામાં પણ થોડા દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને નવસારીના આદિવાસી પંથકમાં વરસાદ શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઉપરાંત ગણદેવી, બીલીમોરા અને ચીખલી પંથકમાં પણ વરસાદી ઝાપટાં પડ્યાં હતા. લાંબા સમય બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે ખેતીના કામને હવે નવી ગતિ મળશે અને ઉભા પાકને પણ ફાયદો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. વલસાડ જિલ્લામાં

વલસાડ જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. વાપી પંથકમાં વહેલી સવારે સારો વરસાદ વરસ્યો હતો. ઘણા દિવસોના વિરામ બાદ વરસાદનું આગમન થતાં લોકોમાં ખુશી જોવા મળી હતી. ખાસ કરીને ડાંગર સહિતના પાક માટે વરસાદ ખૂબ જ લાભદાયી બનતાં ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદના કારણે વાતાવરણ પણ ઠંડું બન્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. પાટણ જિલ્લામાં

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં પણ મેઘરાજાએ પધરામણી કરી હતી. લાંબા વિરામ બાદ હારીજ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. રાજકોટ જિલ્લામાં

સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો હતો. અષાઢી બીજના આગલા દિવસે રાજકોટમાં વરસાદ પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. રાજકોટ-કાલાવડ હાઇવે પર ભારે વરસાદ વરસ્યો હતો. ઉપરાંત મેટોડા GIDC, ખીરસરા, વડ વાજડી અને વાગુદડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણ ખુશનુમા બન્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. વડોદરા જિલ્લામાં

મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લામાં પણ થોડા દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો હતો. વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. શહેરના કારેલીબાગ, રાવપુરા, સયાજીગંજ અને રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. વરસાદ વરસતાં શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. આગામી દિવસોની આગાહી

હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પણ નોંધાઈ શકે છે. લાંબા વિરામ બાદ ફરી સક્રિય બનેલા ચોમાસાને કારણે ખેડૂતોમાં આશા જાગી છે અને ડાંગર સહિતના ખરીફ પાકને પણ સારો ફાયદો થવાની શક્યતા છે. હવામાન વિભાગે લોકોને સ્થાનિક હવામાનની માહિતી પર નજર રાખવા અને જરૂરી સાવચેતી રાખવાની પણ સલાહ આપી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon Gujarat Rain Farmers
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ