બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટણની કિશુ ગાય બની તરણતેરના મેળાનું ખાસ આકર્ષણ, આકાર ચંદ્ર જેવો, ખાસિયતો જાણીને દંગ થશો
Last Updated: 11:21 AM, 27 July 2025
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના કુવારદ ગામના પશુપાલકની કાંકરેજી ગાય કિશુએ તરણેતર મેળામાં પ્રથમ નંબર મેળવીને પંથકનું ગૌરવ વધાર્યું. તરણેતર મેળામાં પ્રથમ નંબર મેળવીને પંથકનું ગૌરવ વધાર્યું. આ ગાયે માત્ર 30 મહિનામાં વિયાણ કર્યું હતું. ગાયને ચંદ્ર આકારના શીંગડા છે અને 4.15 ફૂટ ઊંચાઈ છે, જે ખૂબ ઓછા જોવા મળે છે.
ADVERTISEMENT

કાંકરેજી કિશુ ગાયને છે ચંદ્ર આકારના શીંગડા
ADVERTISEMENT
ગાયની મુખ્ય વિશેષતા તેના ચંદ્ર આકારના શીંગડા છે, જેનાથી ગાયનો દેખાવ આકર્ષક અને ભરાવદાર લાગે છે. માત્ર 30 મહિનાની ઉંમરે, તે 4.15 ફૂટ કરતા વધુ ઊંચી થઈ ગઈ છે, જે બહુ જ ઓછી ગાયોમાં જોવા મળે છે. તેની માતા પ્રથમ વેતરથી જ 8 લિટર દૂધ આપતી હતી, તેથી આ ગાયનું દૂધ પણ એટલું જ રહેવાની સંભાવના છે. તાજેતરમાં જ તેને એક વાછરડો આવ્યો છે. આ ગાય દાંતીવાડા નસલની સંશોધિત અને સંવર્ધિત બીજદાન ધરાવે છે. ગાયની ગરદન નીચેનો ભાગ ગોદડી ભરાવદાર અને આકર્ષક છે.

ADVERTISEMENT
કુવારદ ગામના પશુપાલક અને પૂર્વ સરપંચએ જણાવ્યું કે તરણેતર મેળા દરમિયાન ઘણા લોકો પ્રદર્શનમાં વેચાણ અંગે પૂછપરછ કરી હતી. કેટલાક લોકો બે લાખથી અઢી લાખ સુધી વાછરડી ખરીદવા ઇચ્છતા હતા. પરંતુ હું ગાયનો ઉછેર વેચાણ માટે નહીં કરતો, ઉત્તમ પ્રજાતિની ગાયનો ઉછેર કરવો જ મારો હેતુ છે. તેથી મેં વેચાણ કરવાનો ઇનકાર કર્યો.
પશુપાલક જણાવે છે કે 2019માં તેમણે પશુપાલનની શરૂઆત કરી હતી. તે સમયે તેમના મિત્રએ તેમને આ ગાય ભેટમાં આપી હતી. કિશુનો જન્મ 9-10-2022માં થયો હતો. તેની માતા ગોપી એક મહિના પછી જ મૃત્યુ પામી હતી. ત્યારથી ગાયના ઉછેર પાછળ મહિને 20,000 નો ખર્ચ થાય છે. ગાયના ઉછેર માટે સિમેન્ટના પતરાંનો એક શેડ અને બાજુમાં મચ્છરદાની તથા પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે. વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરતાં હોવાથી ગાયોને કોઈપણ પ્રકારની તકલીફ થતી નથી.
ADVERTISEMENT

જાણો તરણેતરના મેળાનો ઇતિહાસ
ADVERTISEMENT
લોકવાયકા મુજબ, દ્રૌપદી સ્વયંવર સમયે તરણેતર સ્થિત ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં અર્જુને જલકુંડમાં માત્ર માછલીનું પ્રતિબિંબ જોઈને મત્સ્યવેધ કર્યો હતો અને દ્રૌપદી સાથે વિવાહ કર્યા હતા. તેથી આ ભૂમિને પાંચાળ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે.

ADVERTISEMENT
આ જલકુંડમાં સ્નાન કરવાનું ધાર્મિક મહત્વ પણ છે. એક માન્યતા અનુસાર, ભાદ્રપદ શુક્લ પક્ષની પંચમીએ અહીં ગંગા મૈયાનું અવતરણ થાય છે. પૌરાણિક કથા અનુસાર અહીં પ્રાચીનકાળથી તરણેતર મેળાનું આયોજન કરવામાં આવે છે.
વધુમાં વાંચો: પ્રાઈવેટ પાર્ટના વાળ હટાવવા જોઈએ કે નહીં? 99 ટકા લોકો નથી જાણતા સત્ય, ડોક્ટરે સમજાવ્યું
શ્રેષ્ઠ ઓલાદોના પશુઓનો મેળો પણ આકર્ષણનું કેન્દ્ર
ગુજરાત સરકારના પશુપાલન વિભાગના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત દ્વારા તરણેતરમાં પશુ પ્રદર્શન અને હરીફાઈનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગીર અને કાંકરેજ વર્ગની ગાય, જાફરાબાદી અને બન્ની જાતિની ભેંસ વગેરેનું પ્રદર્શન કરવામાં આવે છે અને સારી ઓલાદના પશુ માટે સ્પર્ધા યોજવામાં આવે છે. વિજેતા પશુને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પશુમેળાના આયોજનનો ઉદ્દેશ સારી ઓલાદના પશુઓના પાલનને પ્રોત્સાહન આપવાનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.