બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આગામી 24 કલાકમાં જ...! ભર ઉનાળે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ ત્રાટકશે
Last Updated: 03:38 PM, 6 May 2026
Weather Update: રાજ્યમાં હવામાનમાં ફરી એકવાર મોટો બદલાવ આવ્યો છે. કારણ કે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ બદલાવ પાછળ સાઇક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય બન્યા હોવાનું મુખ્ય કારણ ગણાવવામાં આવી રહ્યું છે. આ બન્ને હવામાન પ્રણાલીઓના કારણે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. જેના કારણે ગરમીમાં રાહત મળવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે.
ADVERTISEMENT
હવામાન વિભાગના અનુમાન મુજબ માત્ર સામાન્ય વરસાદ નહીં પરંતુ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ જેવા જિલ્લાઓમાં વરસાદની શકયતા વધુ જણાઈ રહી છે. આ વિસ્તારોમાં હલકા થી મધ્યમ વરસાદ સાથે વીજળીના કડાકા-ભડાકા પણ થઈ શકે છે, તેથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. ખેતી કરતા ખેડૂતો માટે આ વરસાદ લાભદાયક પણ સાબિત થઈ શકે છે. પરંતુ અચાનક બદલાતા હવામાનને કારણે નુકસાન થવાની શક્યતા પણ નકારી શકાય નહીં.
ADVERTISEMENT
એ.કે.દાસ (ડાયરેક્ટર, હવામાન વિભાગ) ના જણાવ્યા મુજબ
આજે 6 તારીખનાં રોજ ઉત્તર થી લઈને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘ ગર્જના સાથે મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે. આવતીકાલ એટલે કે તારીખ 7 થઈને 12 સુધી વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે. આગામી 3 દિવસોમાં વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. પરંતુ 3 દિવસ પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો થવાની સંભાવના છે. 9 થી લઈને 12 મે સુધી ભેજનું પ્રમાણ પણ રહેવાની શક્યતા છે. અમદાવાદમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. અધિકતમ તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાનું સંભાવના છે. રાજકોટમાં સૌથી વધારે 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
રાજ્યની રાજધાની અમદાવાદમાં આજે મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. અહીં ભારે વરસાદની શક્યતા ઓછી હોવા છતાં આકાશમાં ઘેરા વાદળો છવાયેલા રહેવાની સંભાવના છે. ભેજવાળા પવનોના પ્રવાહને કારણે તાપમાનમાં થોડો ઘટાડો અનુભવાઈ શકે છે અને વાતાવરણ થોડું ઠંડુ બની શકે છે. આ સમગ્ર હવામાન પરિવર્તન બે સક્રિય સિસ્ટમ અને ભેજવાળા પવનોના સંયુક્ત પ્રભાવના કારણે થઈ રહ્યું છે. જે આગામી દિવસોમાં પણ હવામાનને અસર કરી શકે છે. તેથી નાગરિકોને હવામાનની તાજી માહિતી પર નજર રાખવા અને જરૂરી તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.