બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતમાં શ્વાનોનો જીવલેણ એટેક, 5 વર્ષના બાળકનું માથું ફાડી નાખ્યું, શરીર પર 20થી વધુ ઇજાઓ
Last Updated: 11:23 AM, 23 November 2025
સુરત રખડતાં કૂતરાનો આતંક સામે આવ્યો છે. સચિન વિસ્તારમાં 4થી 5 જેટલાં શ્વાનોએ એક 5 વર્ષના બાળક પર ઘાતક હુમલો કર્યો હતો અને તેનું માથું ફાડી નાખ્યું હતું. કૂતરાના હુમલામાં માસૂમ ગંભીર રીતે ઘવાયો હતો અને તેના શરીર પર 20થી વધુ ઈજાઓ થઈ હતી. બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ADVERTISEMENT
માથા સહિત શરીર પર 20થી વધુ ઈજા
બાળકના માથા સહિત શરીર પર 20થી વધુ ઈજાના નિશાનો છે. હાલ બાળકની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.
ADVERTISEMENT
સ્થાનિકોમાં ભારે રોષ
ADVERTISEMENT
આ બનાવ પછી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. લોકો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને શહેરમાં વધતી સ્ટ્રે ડોગ્સની સમસ્યાને ગંભીરતાથી લેવાની માંગ ઉઠાવવામાં આવી છે. વિશેષજ્ઞોનું માનવું છે કે પાલતુ અને સ્ટ્રે બંને પ્રકારના શ્વાનોની યોગ્ય વૅક્સિનેશન, સંભાળ અને ખૂબ જ જરૂરી છે, જેથી આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.