બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતમાં સસરાએ છરીના ઘા ઝીંકી જમાઈની કરી નાખી હત્યા, ઘેર આવતાં જ તૂટી પડ્યો, જાણો કારણ
Last Updated: 02:35 PM, 22 November 2025
સુરતમાં સસરાએ તેના સગા જમાઈની હત્યા કરી નાખી હતી. ચોકબજાર ફૂલવાડી વિસ્તારમાં રહેતાં સસરાએ ઘેર આવેલા જમાઈને છરી ઝીંકી દીધી હતી જેને કારણે તેનું ત્યાંને ત્યાં જ મોત થયું હતું.
ADVERTISEMENT
શું હતું કારણ
આ ઘટનામાં એવું સામે આવ્યું છે કે જમાઇ અવાર નવાર દીકરી સાથે ઝગડા કરતો હતો. ચોકબજાર પોલીસે ગુનો નોંધી આરોપીની કરી ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો : પૈસા કરતાં પણ 'વધુ મળશે', જો તમે 5 વર્ષથી મોબાઈલ નંબર ન બદલ્યો હોય તો મળશે આ 5 લાભો!
ભાવનગરમાં પણ સસરાએ જમાઈની હત્યા કરી
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે આજથી એક મહિના પહેલાં ભાવનગરમાં પણ આવી જ ઘટના બની હતી. ભાવનગરના દેસાઈનગર વિસ્તારમાં સસરાએ જમાઈની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. જમાઈ અને દીકરી વચ્ચે ખટરાગ ચાલતો હતો અને તે બાબતે ફેમિલી કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો હતો. કોર્ટમાં મુદત ભરી પરત ફરતી વખતે રસ્તામાં જ સસરા અને સાળાઓએ તેને આંતરીને ઝઘડો કર્યો હતો. આ દરમિયાન જ શરીર પર છરીના આડેધડ ઘા મારી જમાઈ સુરેશ રાઠોડની હત્યા કરી સસરો મનસુખ પરમાર ફરાર થઈ ગયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.