બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં PGVCL MDના નામે પૈસા માંગતા અધિકારીએ 45 લાખનું પેમેન્ટ કરી નાખ્યું, મોટો સાયબર ફ્રોડ

ઠગાઈ / રાજકોટમાં PGVCL MDના નામે પૈસા માંગતા અધિકારીએ 45 લાખનું પેમેન્ટ કરી નાખ્યું, મોટો સાયબર ફ્રોડ

Published By: Priyankka Triveddi

Last Updated: 06:17 PM, 5 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં પશ્ચિમ વીજ કંપની લિમિટેડ સાથે જોડાયેલી 45 લાખ રૂપિયાની ઠગાઈની ઘટનાએ તંત્ર અને વહીવટી પ્રક્રિયાઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. શું છે સમગ્ર મામલો વાંચો એક વિગતે..,

Rajkot PGVCL Fraud: રાજકોટમાં પશ્ચિમ વીજ કંપની લિમિટેડ સાથે જોડાયેલી એક ચોંકાવનારી ઠગાઈ સામે આવી છે. કેતન જોશીના નામ અને ફોટાનો દુરુપયોગ કરીને માત્ર એક WhatsApp મેસેજના આધારે મોટી રકમ ટ્રાન્સફર થઈ જતાં સુરક્ષા અને ચકાસણી વ્યવસ્થાની ખામીઓ સામે આવી છે. આ ઘટનાએ સરકારી તંત્રની જવાબદારી, આંતરિક નિયંત્રણ અને પારદર્શિતાને લઈને ચર્ચા તેજ કરી છે.

રાજકોટ PGVCLમાં 45 લાખની ઠગાઈ

રાજકોટમાં PGVCLસાથે જોડાયેલી એક ચોંકાવનારી ઠગાઈ સામે આવી છે. જેમાં કંપનીના મેનેજમેન્ટ અને આંતરિક પ્રોસેસ પર ગંભીર સવાલો ઉભા થયા છે. મળતી માહિતી મુજબ PGVCLના MD કેતન જોશીના નામે 45 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં જનરલ મેનેજર કિંતુ મલકાણે માત્ર એક વ્હોટ્સએપ મેસેજના આધારે આટલી મોટી રકમ ટ્રાન્સફર કરી દીધી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના માત્ર ઠગાઈ જ નહીં પરંતુ સરકારી તંત્રની કાર્યપદ્ધતિ અને સાવચેતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

WhatsApp મેસેજથી લાખોની લેવડદેવડ

માહિતી મુજબ વ્હોટ્સએપ પર MD કેતન જોશીના નામ અને ફોટાનો ઉપયોગ કરીને રૂપિયા માંગવામાં આવ્યા હતા. ઠગોએ પોતાને MD તરીકે રજૂ કરી તાત્કાલિક રૂપિયા ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. જનરલ મેનેજર કિંતુ મલકાણે કોઈ સત્તાવાર ચકાસણી કર્યા વગર વિશ્વાસમાં આવીને 45 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા. આ ઘટનાએ સૌથી મોટો સવાલ ઉભો કર્યો છે કે આટલી મોટી રકમ ટ્રાન્સફર કરતા પહેલા જરૂરી વહીવટી પ્રક્રિયાઓ કેમ અનુસરવામાં આવી નહોતી? સરકારી કંપનીમાં આ પ્રકારની બેદરકારી ગંભીર માનવામાં આવી રહી છે.

MD કેતન જોશીનો ખુલાસો અને મીડિયા સાથે વિવાદ

આ મામલે MD કેતન જોશીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેમના નામ અને ફોટાનો દુરુપયોગ કરીને ઠગાઈ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે બિહારના એક નંબર પરથી આ ઠગાઈ કરવામાં આવી હતી અને તેમનો આ મામલે કોઈ વ્યક્તિગત સંબંધ નથી. તેમણે ઉમેર્યું કે મેનેજરે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે “હું મીટિંગમાં છું” એવો મેસેજ મોકલી તેમને જાળમાં ફસાવવામાં આવ્યા હતા. જોકે જ્યારે મીડિયા દ્વારા આ સમગ્ર વ્યવહાર અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા. ત્યારે કેતન જોશી ભડક્યા અને આવા સવાલો યોગ્ય નથી કહી ગેરવર્તન કર્યું હોવાના આરોપો છે. આ ઘટનાએ વધુ શંકા અને ચર્ચાઓને જન્મ આપ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી

આ સમગ્ર ઘટનાને લઈને હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું જનરલ મેનેજરને ખરેખર ખબર હતી કે તેઓ MDના નામે રૂપિયા ટ્રાન્સફર કરી રહ્યા છે? શું આ માત્ર ઠગાઈનો કેસ છે કે અંદરખાને કોઈ ગડબડ ચાલી રહી છે? સૌથી મહત્વનો સવાલ એ છે કે, જો MD કેતન જોશી સંપૂર્ણપણે નિર્દોષ છે, તો મીડિયા દ્વારા પૂછાયેલા સવાલો સામે તેમની પ્રતિક્રિયા આક્રમક કેમ રહી? નિષ્ણાતો માને છે કે આ કેસમાં પારદર્શક તપાસ જરૂરી છે. જેથી સત્ય બહાર આવી શકે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સત્તા કે પદના જોરે સત્યને લાંબા સમય સુધી દબાવી શકાય તેમ નથી અને જવાબદારી નક્કી થવી જ જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

રાજકોટ PGVCL ઠગાઈ Rajkot PGVCL fraud WhatsApp Scam India

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ