બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી
Last Updated: 05:53 PM, 5 May 2026
Weather Rain Alert: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક અનુભવાઈ રહી છે. IMD દ્વારા જાહેર કરાયેલા નાઉકાસ્ટ મુજબ આજે 5 મેના રોજ બપોરે 4 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના અનેક જિલ્લામાં હળવા વરસાદ અને તેજ પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ બદલાતા હવામાનને કારણે ગરમીથી થોડી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
IMDના નાઉકાસ્ટ અનુસાર, કચ્છ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ પડી શકે છે. આ સાથે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. જેને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર આ પરિસ્થિતિ ટૂંકા ગાળાની હોવા છતાં કેટલીક જગ્યાએ અચાનક હવામાન પરિવર્તન જોવા મળી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના અને ખુલ્લા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ઉપરાંત, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભર ઉનાળે માવઠું થતાં ખેડૂતો માટે આ મિશ્ર અસરકારક બની શકે છે. કેટલાક પાકોને લાભ તો કેટલાકને નુકસાન પણ થઈ શકે છે. IMDના અનુમાન મુજબ, 9થી 11 મે દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે, જેના કારણે લોકોને ઉકળાટનો અનુભવ થઈ શકે છે. આમ, આગામી દિવસોમાં ગુજરાતમાં હવામાનમાં સતત ફેરફાર જોવા મળશે અને લોકો માટે સાવચેતી રાખવી જરૂરી બની રહેશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઉનાળાના તીવ્ર તાપ વચ્ચે ફરી એકવાર રાજ્યના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદ પડતા વાતાવરણ ઠંડું થયું છે. મેઘરજ અને મોડાસાના નંદીસણા પંથકમાં વરસાદી છાંટા જોવા મળ્યા. જ્યારે શામળાજીના સુનોખ અને વાશેરા કંપામાં પણ ઝાપટાં પડ્યા. માલપુર તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ઈસરી-જીતપુર પંથકમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડતાં અષાઢ જેવી સ્થિતિ સર્જાઈ હતી. યાત્રાધામ અરવલ્લીમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ અને ઠંડા પવનોથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી, પરંતુ આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.
ADVERTISEMENT
ફક્ત અરવલ્લી જ નહીં દાહોદ જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ઝાલોદ, લીમડી, સુખપર, ફતેપુરા અને સંજેલી સહિતના વિસ્તારોમાં માવઠું પડતાં અનેક જગ્યાએ વૃક્ષો જમીનદોસ્ત થયા અને વીજ પુરવઠો ખોરવાયો. ડુંગરી, ખેડા અને નાનસલાઈ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. દાહોદના સુખપરમાં તો અચાનક આવેલા વરસાદે એક સામાજિક કાર્યક્રમમાં વિઘ્ન ઉભું કર્યું. જ્યાં પવનના જોરે મંડપ અને ટેન્ટ ઉડી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. આ ઘટનાએ બતાવ્યું કે કમોસમી વરસાદ માત્ર રાહત જ નહીં પણ નુકસાન પણ લાવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.