બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શેવડીવદર ગામે પ્લોટ પર બાંધકામ વખતે મારામારી, 6 લોકો ઈજાગ્રસ્ત

ક્રાઈમ / ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શેવડીવદર ગામે પ્લોટ પર બાંધકામ વખતે મારામારી, 6 લોકો ઈજાગ્રસ્ત

Published By: Vishal Khamar

Last Updated: 05:40 PM, 5 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શેવડીવદર ગામે પ્લોટ પર બાંધકામ ચાલતું હતું ત્યારે મારામારીની ઘટના સામે આવી છે. પાડોશી પરિવારના સભ્યોએ હુમલો કરતાં ધીંગાણું સર્જાયું હતું.

ભાવનગરના જેસર તાલુકાના શેવડીવદર ગામે જૂની અદાવતના કારણે હિંસક બનાવ સામે આવ્યો છે. પરિવાર પોતાના પ્લોટ પર બાંધકામ કરી રહ્યો હતો ત્યારે પડોશી મહરીભાઈ સહિતના લોકો અચાનક હથિયારો સાથે તૂટી પડ્યા હતા.

ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા

માહિતી મુજબ, હુમલાખોરોએ લાકડાના દંડા, લોખંડના રોડ તેમજ ધારદાર હથિયારો વડે પરિવારના સભ્યો પર નિર્દયી રીતે હુમલો કર્યો હતો. આ બનાવમાં અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

તમામ ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા

પીડિત પરિવાર દ્વારા નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે હુમલાખોરોએ મહિલાઓ સાથે અશોભનીય વર્તન પણ કર્યું હતું. ઉપરાંત, જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.

હુમલો કરનાર પરિવાર સામે ફરિયાદ

આ બનાવ પાછળ જૂની અદાવત મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. મુખ્ય આરોપી મહરીભાઈ અગાઉ પણ પાસા (PASA) હેઠળ જેલવાસ ભોગવી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ આડાસંબધથી જન્મેલા શિશુની હત્યા કરી દાટી દીધું, પોરબંદરમાં પરિણીતાના પાપનો ભાંડો ફૂટ્યો

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ઘટનાના કેટલાક વિડિયો પણ સામે આવ્યા છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પોલીસ દ્વારા ફરિયાદના આધારે કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar Bhavnagar news fight

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ