બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / દૂધમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા, ખોરાક કેટલો આરોગ્યપ્રદ? આ રીતે ચકાસો
Last Updated: 06:50 PM, 4 June 2025
રાજકોટમાં વિવિધ જગ્યાએ ફૂડ વિભાગે દરોડા પાડી જુદી જુદી ડેરીઓમાંથી દૂધના નમૂના લેવામાં આવ્યા છે. જેમાં હુડકોમાં આવેલી સુદ્ધાંગ ડેરી અને શ્રી નવનીત ડેરીમાંથી લીધેલા દૂધના નમૂના ફેલ ગયા છે. બંને જગ્યાએ દૂધમાંથી મિલ્ક ફેટને બદલે ફોરેન ફેટ મળી આવ્યું. છે. બંને ડેરી સંચાલકો વિરુદ્ધ કરવામાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે પણ સવાલ એ છે કે શું માત્ર રાજકોટમાં જ ભેળસેળ ચાલી રહી છે? શું માત્ર દૂધમાં જ ભેળસેળ છે ? આપણે જે ખાઈએ છીએ એ ખાદ્યપદાર્થ હકીકતમાં શુદ્ધ છે.? ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને અનેક જગ્યાએ દરોડાઓમાં રસાયણો નાખીને નફાખોરી કર્યાનું સામે આવ્યું છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ લેબ ટેસ્ટમાં સામે આવે છે
ADVERTISEMENT
ખોરાકમાં ભેળસેળ આરોગ્ય સાથે ચેડા
દૂધથી વધુ પૌષ્ટિક ખોરાક બીજુ કશું છે જ નહીં. પરંતુ શું તમે જાણો છો કે, દૂધ એ એક એવુ કુદરતી ખાદ્ય પદાર્થ છે કે જેમાં સરળતાથી ભેળસેળ કરી શકાય છે. કેટલાક હોંશિયાર લોકો દૂધમાં એકસાથે એકથી વધારે પદાર્થો કે રસાયણોની ભેળસેળ કરે છે. જેનાથી દૂધમાં ચકાસણી કરવી મુશ્કેલ બની જાય છે. પરંતુ જો થોડી કાળજી રાખવામાં આવે, તો ભેળસેળવાળા દૂધના સેવનથી બચી શકાય છે. સામાન્ય રીતે દરરોજ વપરાશમાં લેવાતા દૂધમાં મુખ્યત્વે બે પ્રકારે ભેળસેળ કરવામાં આવે છે. કેટલાક ઉત્પાદકો વધુ પૈસા કમાવવાની લાલચે દૂધના ફેટ વધુ બતાવવા ખાંડ, મીઠું જેવા પદાર્થ નાંખે છે. જ્યારે કેટલાક ઉત્પાદકો ઓછા પૈસે સારો નફો કમાવવા માટે થોડા પ્રમાણમાં દૂધ લઈ તેમાં યુરિયા ખાતર, તેલ સાથે પાણી મિશ્રિત કરી દૂધ બનાવે છે. જે લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઘાતક સાબિત થાય છે. કેટલીક જગ્યાએ દૂધમાં હાઈડ્રોજન પેરોક્સાઈડ, ડિટર્જન્ટ, કોસ્ટીક સોડા, મેલામાઇન, સ્ટાર્ચ મિશ્રિત કરવામાં આવે છે આ પ્રકારનું દૂધ પ્રોટીનની ગુણવત્તાને અસર કરે છે. પેટ અને ચામડીના દર્દો પેદા કરી શકે છે. તો આ બધી અસરોથી બચવા માટે આપણે એ ચકાસવુ પડશે કે આપણે જે દૂધનું સેવન કરી રહ્યા છીએ એ શુદ્ધ છે કે નહીં. તો આવો ગ્રાફીક્સનાં માધ્યમથી સમજીએ કે ઘરે બેઠા કેવી રીતે ચેક કરી શકાય કે દૂધમાં ભેળસળ છે કે નહીં.
ADVERTISEMENT
દૂધમાં ભેળસેળ!
તમે જાણો જ છો કે મસાલાને રસોઈની સોડમ માનવામાં આવે છે. મસાલા ભોજનનો સ્વાદ વધારે છે. મસાલા વગર 56 પકવાન પણ ફિક્કા લાગે છે. જોકે, સ્વાદના રસિયાઓને કદાચ એ ખબર નહીં હોય કે, મસાલામાં પણ ભેળસેળ થતી હોય છે. જેના પગલે બારેમાસનો સ્ટોક ભરતી પહેલા ગૃહિણીઓએ એ વાતની ચોકસાઈ કરી લેવી જોઈએ, કે મસાલામાં કોઈ ભેળસેળ તો નથી થઈને? હળદર, મરચામાં અને ધાણાજીરૂમાં થોડી વધુ માત્રામાં કલરની ભેળસેળ કરવામાં આવે છે. આવી ભેળસેળ આરોગ્ય માટે ખતરનાક સાબિત થાય છે. આ સિવાય કેસર, એલચી, તજ, મરી જવા તેજાના પણ ભેળસેળ થવાથી બાકાત નથી. મરચામાં નરી આંખે પણ ન દેખાય તે રીતે ભેળસેળ કરવામાં આવે છે. અગાઉ મરચામાં લાકડાનો વેર તથા ઓઈલ સોલ્યુશન કલર નાંખી ભેળસેળ કરવામાં આવતી હતી. હવે, ‘કવોલિટી મિશ્રણ’થી ભેળસેળ કરવાની નવી ટ્રીક માર્કેટમાં આવી છે. સારી બ્રાન્ડનાં મરચામાં લોકલ મરચાની ભૂકી મિક્સ કરવામાં આવે છે. હળદરમાં પણ ભેળસેળ થાય છે. હળદરને દળી નાંખ્યા બાદ તેમાં માપસર ચોખાનો લોટ ભેળવી દેવામાં આવે છે. બાદમાં તેમા ફૂડ કલર મિશ્રણ કરી નાખવામાં આવે છે. મસાલામાં કરવામાં આવતી ભેળસેળમાં જીરૂ અને રાઈ કુરિયા પણ બાકાત નથી. જીરૂમાં વરીયાળી તથા તેની સાથે શંખજીરૂની મિલાવટ કરવામા આવે છે.
ADVERTISEMENT
મરી-મસાલામાં ભેળસેળ
ન માત્ર દૂધ કે મરીમસાલા, લોભીયા અને માત્ર ખિસ્સા ભરવામાં જ રસ ધરાવતા લોકો મધમાં ભેળસેળ કરતા પણ ખચકાતા નથી. મધ કુદરતે આપેલી અણમોલ ભેટ છે. બોડીને ફીટ રાખવુ હોય કે બાળકને ગળથૂથી આપવી હોય સૌથી પહેલા મધ જ યાદ આવે. શુદ્ધ મધ ચરબી અને કોલેસ્ટેરોલ મુક્ત હોય છે. મધ મિનરલ્સ, એન્ઝાઈમ્સ જેવા પોષકતત્વોથી ભરપૂર હોય છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ્સ, એન્ટિબેક્ટેરિયલ તત્ત્વો વિપુલ માત્રામાં હોય છે. જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. મધનાં આવા ફાયદા ત્યારે જ મળે છે જ્યારે મધ શુદ્ધ એટલે કે સો ટચના સોના જેવુ ચોખ્ખુ હોય. શુદ્ધ મધની કિંમત બજારમાં થોડી વધુ હોય છે, જેનો ફાયદો ઉઠાવીને કેટલાક લોકો મધમાં થોડી ભેળસેળ સસ્તામાં ચોખ્ખુ મધ આપવાના દાવા કરતા હોય છે. બજારમાં મળતાં મધમાં તમને ગોળ, ખાંડની ચાસણી અથવા ખાંડનું પાણી ભેળવેલ જોવા મળશે. આવુ ભેળસેળયુક્ત મધ ડાયાબિટિસનાં દર્દીઓ માટે નુકસાનકારક હોય છે. આ સિવાય નકલી મધમાં ગ્લૂકોઝથી પણ વધારે ફ્રક્ટોઝ હોય છે. જેને બોડી સરળતાથી એબ્સોર્બ ન કરી શકવાથી ડાયેરિયાની સંભાવના રહે છે.
ADVERTISEMENT
ભેળસેળ કોઈ ઈમાન ધરમ નથી હોતું
ભેળસેળીયાઓની કોઈ જાત નથી હોતી. કોઈ ઈમાન ધરમ નથી હોતું. બસ પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ અને પૈસા કમાવાની રેસમાં આંધળી દોટ લગાવી રહેલા ધુતારાઓ લોકોના જીવ જોખમમાં મુકતા પણ ખચકાતા નથી, તમે જાણો જ છે કે અનાજને પોષકતત્વોનો ભંડાર કહેવામાં આવે છે. ઘઉં, ચોખા, બાજરી, દાળ, ગોળમાં શરીરને જરૂરી એવા અલગ-અલગ પોષકતત્વો હોય છે. પરંતુ ઘણીવાર સારો નફો કમાવવાની લાલચે કેટલાક લેભાગુ તત્વો અનાજમાં પણ ભેળસેળ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે. ભેળસેળવાળા ખાદ્યપદાર્થો ભોજનમાં લેવાથી માનવીના આરોગ્ય પર લાંબા ગાળે ગંભીર આડઅસર થાય છે. ભેળસેળવાળા ભોજનથી ખાસ કરીને પેટને લગતા રોગો થાય છે. ઉપરાંત લિવર અને કિડનીને પણ અસર થાય છે. અનાજમાં જે રાસાયણિક ખાતરો વધુ પડતા હોય છે તેનાથી પાચનશક્તિ બગડે છે. જંતુનાશકોનો ઓવરડોઝથી આંતરડાને નુકસાન થાય છે. ક્યારેક તો કેન્સર જેવી બિમારી થવાનો પણ ખતરો રહે છે.
ADVERTISEMENT

આ પણ વાંચો: રાજકોટમાં કોરોના બ્લાસ્ટ! 24 કલાકમાં નવા 9 કેસ નોંધાયા, લોકોને સાવચેત રહેવા અપીલ
ADVERTISEMENT
ખાદ્યચીજોમાં ભેળસેળ
ભારતમાં ભેળસેળ અને ખાદ્ય સુરક્ષાને લગતી બાબતો માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 ઘડવામાં આવ્યો છે. આ સિવાય તેના હેઠળ બનેલા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ના નિયમોનું પણ પાલન કરવામાં આવે છે. આ કાયદા હેઠળ ખાદ્યપદાર્થોમાં ભેળસેળ પર પ્રતિબંધ છે અને જો કોઈ વ્યક્તિ ભેળસેળવાળો સામાન વેચતો જોવા મળે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 મુજબ જો કોઈ વ્યક્તિ ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન, વેચાણ અથવા વિતરણ કરતી જોવા મળે તો તેને ગંભીર અપરાધ ગણવામાં આવે છે. જો દોષી સાબિત થાય તો દંડ અને સજા બંનેની જોગવાઈ છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 ઉપરાંત, ભારતીય દંડ સંહિતા (IPC) માં પણ ભેળસેળ સંબંધિત ગુનાઓ માટે દંડની જોગવાઈઓ છે. ખાસ કરીને છેતરપિંડી અને સામાન્ય લોકોના જીવનને જોખમમાં મૂકવાના કેસોમાં. હકીકતમાં, જો કોઈ વ્યક્તિ દ્વારા ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો વેચવામાં આવે છે, જેના કારણે કોઈના જીવને કોઈ ખતરો નથી, તો તે છેતરપિંડી હેઠળ આવે છે. ભારતીય દંડ સંહિતાની કલમ 272 અને 273 હેઠળ, ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનાર વ્યક્તિને કડક સજાની જોગવાઈ છે
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.