બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'ચોમાસા પહેલા કેમ રોડ રિપેર ન કર્યા?', સુનાવણીમાં હાઇકોર્ટે AMCની ઝાટકણી કાઢી નાખી
Last Updated: 10:19 AM, 26 July 2025
Gujarat Highcourt slams AMC over bad roads: ગુજરાતના વિકસિત અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા શહેર અમદાવાદમાં ચોમાસામાં રસ્તાઓની સ્થિતિ દયનીય થઈ જાય છે. દર વર્ષે રસ્તાઓ પર ચોમાસામાં ખાડા પડવાની, ભૂવા પડવાની, રસ્તાઓ ખરાબ થઈ જવાની સમસ્યાઓથી નાગરિકો પરેશાન થઈ જાય છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે અમદાવાદમાં ખરાબ રસ્તાઓને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની ઝાટકણી કાઢી. હાઇકોર્ટે પ્રિ-મોનસૂન કામગીરી અંગે AMC સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
ADVERTISEMENT

સરકારી વકીલે કર્યો પાયાવિહોણો દાવો
ADVERTISEMENT
ગુજરાત હાઈકોર્ટે એએમસીને સવાલ કર્યા - ચોમાસા પહેલા જ રસ્તાઓ રિપેર કેમ ન કર્યા? પ્રિ-મોનસૂન કામગીરીમાં બધા કામ કેમ ન થાય? શું પ્રિ-મોનસૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી જાય છે? ચોમાસામાં રસ્તાઓ પર કેમ ભૂવા અને ખાડા પડી જાય છે? જવાબમાં એએમસીના સરકારી વકીલે પાયાવિહોણા દાવા કરતા કહ્યું - ટ્રાફિક વધુ હોવાથી રોડ પર ખાડા પડે છે. સરકારી વકીલે દાવો કર્યો કે ખાડા પડ્યા પછી 72 કલાકની અંદર તેનું સમારકામ કરવામાં આવે છે.

ADVERTISEMENT
હાઈકોર્ટે કાઢી AMCની ઝાટકણી
પ્રતિ વર્ષ ચોમાસા પહેલા પ્રિ-મોનસૂન કામગીરી કરવામાં આવે છે, છતાં ખાડા અને રસ્તાઓની ખરાબ હાલત એએમસીની કામગીરી સામે સવાલો ઉભા કરી રહી છે. હાઇકોર્ટે એએમસીની ઝાટકણી કાઢતા કહ્યું - AMC માત્ર મોટી વાતો ન કરે, પરંતુ આગામી 10 વર્ષ માટેનું આયોજન પણ કરે. હાઇકોર્ટે કહ્યું - શહેરના 29 જંક્શનો પર તાત્કાલિક સુધારા કરવાની જરૂર છે. જેના જવાબમાં એએમસીએ જણાવ્યું કે 15 જંક્શન પર સુધારો કરી દેવામાં આવ્યો છે. સાથે જ 550 કિમીના નવા રોડ બનાવવા અને રસ્તાઓ પહોળા કરવાનું આયોજન છે, એમ પણ એએમસીએ જણાવ્યું.
ADVERTISEMENT

આ પણ વાંચો: આગામી 3 દિવસ ગુજરાત માટે 'ભારે'! રવિવારની રજા બગાડશે, વાહન લઇને નીકળી ન પડતા
ADVERTISEMENT
રસ્તાની સ્થિતિ બની જાય છે દયનીય
અયોગ્ય આયોજનના કારણે અને નબળી પ્રિ-મોનસૂન કામગીરીને કારણે વાહનચાલકોને રોજબરોજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે હવે હાઈકોર્ટના સ્પષ્ટ સંદેશા બાદ માત્ર કાગળ પર આયોજન કરવાને બદલે એએમસીએ આનો અમલ પણ કરવો પડશે. દર વર્ષે ચોમાસામાં રસ્તાઓની સ્થિતિ દયનીય બની જાય છે. રસ્તાઓ પર ખાડા પડી જાય છે, ભૂવા પડી જાય છે, વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને લીધ વાહનચાલકોને રસ્તાના ખાડાઓ પણ દેખાતા નથી, જેને કારણે તેમણે ભારે હાલાકી ભોગવવી પડે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.