બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આગામી 3 દિવસ ગુજરાત માટે 'ભારે'! રવિવારની રજા બગાડશે, વાહન લઇને નીકળી ન પડતા
Last Updated: 09:35 AM, 26 July 2025
રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદનું જોર વધશે. એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા ફરી વરસાદી માહોલ જામશે. 29 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર અને દાહોદમાં ભારે વરસાદ પડી શકે છે. છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા, વલસાડ, નવસારી અને ડાંગમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.
ADVERTISEMENT

ઓગસ્ટ મહિનામાં થોડા વિરામ પછી ફરી સારો વરસાદ વરસી શકે:પરેશ ગોસ્વામી
ADVERTISEMENT
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, જુલાઈના અંતમાં ફરી મેઘરાજાની ધમાકેદરા બેટિંગની આગાહી કરવામા આવી છે. બંગાળની ખાડીમાં ફરી વરસાદની સિસ્ટમ બની છે. તેમજ આવનારા સમયમા વરસાદનો વધુ નવો રાઉન્ડ જોવા મળશે. 24 થી 36 કલાકમાં વરસાદની સિસ્ટમ સક્રિય થશે. 27 થી 31 જુલાઈ દરમ્યાન સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનામાં થોડા વિરામ પછી ફરી સારો વરસાદ વરસી શકે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે, ચાર મહિનામાં આ ચોથી મુલાકાત, કારણ ચોંકાવનારું
2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી: અંબાલાલ પટેલે આગાહી
ADVERTISEMENT
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ ભારે આગાહી કરી છે. આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલા પટેલ મુજબ તા. 27 જુલાઈથી ભારે વરસાદ પડવાની શરૂઆત થશે. તેમજ તા. 27-28 જુલાઈએ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ થશે. ઉત્તર-દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, કચ્છમાં પણ ભારે વરસાદ થશે. ભારે પવન સાથે વરસાદની ગતિ પણ વધારે રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.