બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે, ચાર મહિનામાં આ ચોથી મુલાકાત, કારણ ચોંકાવનારું

રાજનીતિ / રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે, ચાર મહિનામાં આ ચોથી મુલાકાત, કારણ ચોંકાવનારું

Last Updated: 08:19 AM, 26 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધી ચાર મહિનામાં ચોથીવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજે આણંદ ખાતે નવનિયુકત જિલ્લા પ્રમુખો સાથે મુલાકાત કરશે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે ચોથી વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આણંદમાં નવ નિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે મુલાકાત કરશે. તેમજ ગુજરાતના નવ નિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે પણ મુલાકાત કરશે. તેમજ ગુજરાતના નવ નિયુક્ત જિલ્લા પ્રમુખોને તાલીમ આવશે. જિલ્લાઓમાં સંગઠનને મજબૂત કરવા માટે રાહુલ ગાંધી ચર્ચા કરશે. તેમજ પ્રદેશ સંગઠનમાં નવા ફેરફારને લઈને પણ નેતાઓ બેઠક કરશે. કોંગ્રેસના નેતાઓ વચ્ચેની નારાજગી દૂર કરવા માટે રાહુલ ગાંધી પ્રયાસ કરશે.

નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે ખાસ મુલાકાત

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 26 થી 28 જુલાઈ સુધી આયોજિત ત્રણ દિવસીય તાલીમ શિબિરમાં ભાગ લેશે. જેમાં તેઓ નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે ખાસ મુલાકાત કરશે અને તેમને રાજકીય દિશા અને સંઘર્ષની રીત ભણાવશે.

નવા પ્રમુખોને વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપશે

આ કાર્યક્રમનું આયોજન કોંગ્રેસ પાર્ટી દ્વારા ખાસ કરીને ગુજરાતમાં સંગઠન મજબૂત બનાવવા માટે કરવામાં આવ્યું છે. શિબિર દરમિયાન રાજકીય નિષ્ણાતો પણ નવા પ્રમુખોને વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપશે, જેમ કે સંગઠનાત્મક માળખું, ચૂંટણી રણનીતિ, જાહેર સંવાદ અને સોશ્યલ મીડિયા વ્યવહાર.

આ પહેલાં પણ રાહુલ ગાંધી આ વર્ષે ગુજરાતની ત્રણ વખત મુલાકાત લઈ ચૂક્યા છે

  • 7-8 માર્ચ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપી હતી
  • 8-9 એપ્રિલ: અધિવેશન બાદનાં કાર્યક્રમમાં હાજરી આપી હતી
  • 16 એપ્રિલ: મોડાસા ખાતે 1200 કાર્યકરોને સંબોધન કર્યું હતું.

આ પણ વાંચોઃ ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતા સાપુતારામાં 26 જુલાઈથી 'મોનસૂન ફેસ્ટિવલ'નો પ્રારંભ

હવે 26 થી 28 જુલાઈ દરમિયાન તેઓ ચોથીવાર રાજ્યમાં આવી રહ્યાં છે. જે પાર્ટી માટે એક સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના પ્રદેશ નેતાઓ માને છે કે રાહુલ ગાંધીની સતત હાજરી અને માર્ગદર્શનથી ગુજરાતમાં પાર્ટીની સ્થિતિ મજબૂત બની રહી છે. આ તાલીમ શિબિર બાદ પ્રદેશ કોંગ્રેસ નવી ઊર્જા સાથે આગામી સ્થાનિક અને વિધાનસભા ચૂંટણી માટે તૈયાર રહે તેવી અપેક્ષા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rahul Gandhi Gujarat Visit Rahul Gandhi Gujarat Congress
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ