બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / બગદાણા હુમલા કેસ: FIRમાં મુખ્ય આરોપીનું નામ ન નોંધાતા ભડક્યો કોળી સમાજ, કહ્યું 'અમે મૂકવાના નથી'
Last Updated: 03:42 PM, 15 January 2026
ભાવનગરના બગદાણામાં નવનીત બાલધિયા પર હુમલા કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોળી સમાજના યુવાનો નવનીત બાલધિયા માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે. ત્યારે નવનીત બાલધિયા પર હુમલાના મામલે FIRમાં મુખ્ય આરોપીનું નામ ન નોંધાતા કોળી સમાજ રોષે ભરાયો છે. હાલમાં જ કોળી સમાજના 2 યુવકોએ આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો. તેમણે આક્ષેપ લગાવ્યો છે કે જયરાજ આહીરે હુમલો કરાવ્યો છે, પણ તેનું નામ જ એફઆઈઆરમાં નથી નોંધાયું.
ADVERTISEMENT
ADVERTISEMENT
બગદાણામાં કોળી આગેવાનને માર મારવાનો મુદ્દે સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. બગદાણામાં મંદિરના ગેટની સામે જ કોળી સમાજના બે યુવકોએ પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, પરંતુ એ પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી. કોળી સમાજના આગેવાનોનું કહેવું છે કે હુમલાના 17 દિવસ પછી પણ મુખ્ય આરોપીનું નામ FIRમાં નથી નોંધાયું. સાથે જ કોળી સમાજના આગેવાન SITની તપાસ ધીમી ગતિએ ચાલી રહી હોવાનો આક્ષેપ પણ લગાવ્યો છે. કોળી સમાજે પીડિતને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચલાવવાની ચીમકી આપી હતી. સાથે જ કોળી સમાજે આત્મવિલોપનની ચીમકી આપી હતી. કોળી સમાજના 7 આગેવાનોની ગઇકાલે રાતે જ બગદાણા પોલીસે અટકાયત કરી હતી.
ADVERTISEMENT
VTV NEWS ભાવનગરના બગદાણા ગામે પહોચ્યું અને કોળી સમાજના આગેવાનો સાથે વાતચીત કરી. ત્યારે કોળી સમાજના આગેવાનોનું કહેવું છે કે હુમલાને 17 દિવસ થયા બાદ પણ મુખ્ય આરોપીનું નામ FIRમાં નોંધાયું નથી. FIRમાં મુખ્ય આરોપીનું નામ ન ઉમેરાતા સમાજમાં રોષ ફેલાયો છે. કોળી સમાજના આગેવાનોએ કહ્યું કે પીડિતને ન્યાય નહિ મળે ત્યાં સુધી કોળી સમાજની લડત ચાલુ રહેશે.

ADVERTISEMENT
હાલ બગદાણા મંદિરની સામે પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે અને નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં SIT દ્વારા તપાસ ચાલી રહી છે. માહિતી પ્રમાણે બે દિવસ અગાઉ જ કેસની તપાસ કરતી એસઆઈટીએ 2 પીઆઈને સમન્સ પાઠવ્યા હતા. જણાવી દઈએ કે બગદાણા ધામના સેવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસની ન્યાયિક તપાસ માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ ભાવનગર રેન્જ આઈજી દ્વારા આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Video: સાધુઓના સંગમ મેળાથી અંબાજીમાં જામ્યો જૂનાગઢની રવેડી જેવો માહોલ, દેખાડ્યાં અવનવા કરતબ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે નવનીત બાલધિયા નામના વ્યક્તિને થોડા દિવસો પહેલા માર મારવામાં આવ્યો હતો. કોળી સમાજ દ્વારા માયાભાઈ આહીરના દીકરા જયરાજ પર બાલધિયાને માર મારવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. મુંબઈના ડાયરામાં યોગેશ સાગરને બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સંબોધતાં વિવાદ થયો હતો. નવનીત બાલધિયાએ માયાભાઈનું ધ્યાન દોરતાં તેમણે વીડિયો અંગે માફી માગી હતી. આ માફીના વીડિયો પછી જયરાજના માણસોએ બાલધિયાને માર માર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT