બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Video: સાધુઓના સંગમ મેળાથી અંબાજીમાં જામ્યો જૂનાગઢની રવેડી જેવો માહોલ, દેખાડ્યાં અવનવા કરતબ

ભક્તિમય / Video: સાધુઓના સંગમ મેળાથી અંબાજીમાં જામ્યો જૂનાગઢની રવેડી જેવો માહોલ, દેખાડ્યાં અવનવા કરતબ

Vidhata Gothi

Last Updated: 01:37 PM, 15 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambaji News: અંબાજીમાં સન્યાસી સાધુઓનો પાંચ દિવસનો મેળો ભરાયો હતો, જેનો આજે છેલ્લો દિવસ છે ત્યારે આજે હજારોની સંખ્યામાં સાધુ-સંતોની યાત્રા યોજાશે. આ મેળામાં વિદેશથી આવેલા સાધુ સંતોએ પણ ભાગ લીધો.

બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વવિખ્યાત પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ઉતરાયણ પર્વ પર ઉતરાયણ સાધુ મેળાનું આયોજન થાય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પાંચ દિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા પાંચ દિવસથી અંબાજી માનસરોવર ખાતે ચાલી રહેલા આ મેળાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે આ સાધુ મેળાને પાંચ દિવસ પૂર્ણ થતાં આજે અંબાજીના માન સરોવરથી કોટેશ્વર સુધી સાધુ-સંતોની પદયાત્રા યોજાશે.

અંબાજીના માન સરોવરથી કોટેશ્વર સુધી સાધુ-સંતોની પદયાત્રા પછી કોટેશ્વર સરસ્વતી કુંડમાં તમામ સાધુઓ શાહી સ્નાન કરશે. આ શાહી સ્નાન સાથે આ પાંચ દિવસીય સાધુ મેળાનું સમાપન થશે. આ મેળાની ખાસ વાત એ છે કે આ સાધુ મેળામાં ફક્ત ગુજરાત કે ભારત જ નહીં, પણ વિદેશથી આવેલા પણ સાધુ સંતો પહોચ્યા હતા. માહિતી પ્રમાણે, તુર્કીયે, રશિયા અને જર્મનીથી આવેલા સાધુએ પણ યાત્રામાં ભાગ લીધો હતો. આ મેળાના વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં સાધુઓ અબનવા કરતબ કરતાં પણ દેખાઈ રહ્યા છે.

vtv app promotion

સાધુ મેળામાં વિદેશથી પણ પહોંચેલા સાધુ-સંતો અને નાગાબાવાઓ આજે અંબાજીના માર્ગ પર ઉતર્યા છે. સાધુ-સંતો તલવારબાજી-ડંડાબાજી સહિતના કરતબો સાથે પદયાત્રા કરીને આ સાધુઑ કોટેશ્વર ખાતે પહોંચશે. કોટેશ્વરમાં સરસ્વતી કુંડમાં સાધુઓ શાહી સ્નાન કરશે અને પંચદિવસીય સાધુ મેળાનું સમાપન થશે.

આ પણ વાંચો: ગાજવીજ સાથે વરસાદ પડશે! તો રાજ્યના વિવિધ ભાગોમાં..., અંબાલાલની આગાહીએ વધાર્યું ટેન્શન

અંબાજીમાં નીકળેલી સાધુ સંતોની પદયાત્રાને લઈને સમગ્ર અંબાજીમાં ભક્તિમય માહોલ સર્જાયો છે. મોટી સંખ્યામાં સાધુ સંતો પદયાત્રામાં જોડાયા છે. ભક્તિમય માહોલ સાથે પદયાત્રા કોટેશ્વર તરફ જતી જોવા મળી રહી છે. આ મેળામાં તુર્કીશ એર હોસ્ટ્સમાંથી સાધુ બનેલા સાધ્વીએ પણ ભાગ લીધો હતો, તો જર્મનીમાં યોગા ટીચરમાંથી સાધ્વી બનેલ સાધ્વીએ પણ ભાગ લીધો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha News Ambaji Sadhu Mela Video
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ