બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાજવીજ સાથે વરસાદ પડશે! તો રાજ્યના વિવિધ ભાગોમાં..., અંબાલાલની આગાહીએ વધાર્યું ટેન્શન

વેધર / ગાજવીજ સાથે વરસાદ પડશે! તો રાજ્યના વિવિધ ભાગોમાં..., અંબાલાલની આગાહીએ વધાર્યું ટેન્શન

Vidhata Gothi

Last Updated: 11:25 AM, 15 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambalal Patel Weather Forecast: ગુજરાતમાં હાલમાં ભારે ઠંડી પડી રહી છે, કેટલાક સ્થળોએ તો તાપમાન સિંગલ ડિજિટમાં પણ નોંધાયું છે. ત્યારે હવે અંબાલાલ પટેલની ઠંડી અને કમોસમી વરસાદને લઈને આગાહી આવી ગઈ છે.

Ambalal Patel Weather Forecast: ગુજરાતભરમાં હાડ થિજવતી ઠંડી વચ્ચે કેટલાક સ્થળોએ તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું છે. ત્યારે અંબાલાલ પટેલની આગામી દિવસોમાં ઠંડી અને કમોસમી વરસાદને લઈને આગાહી સામે છે. અંબાલાલ પટેલે 16 અને 17 જાન્યુઆરી દરમિયાન પશ્ચિમી વિક્ષેપની આગાહી કરી, તો સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો આવી શકે છે.

22 જાન્યુઆરી પછી સિઝનનો પ્રથમ મજબૂત પશ્ચિમી વિક્ષેપની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે ઉત્તર-પશ્ચિમ ભાગોમાં તેની ભારે અસર થવાની સંભાવના છે. 22 થી 27 જાન્યુઆરી ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ થવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી. તેમણે એમ પણ જણાવ્યું કે સખત પવન, કરા પડવા તથા ભારે બરફવર્ષા થવાની શક્યતા રહેશે. જ્યારે 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન હવામાનમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરી. ફેબ્રુઆરી મહિનામાં પણ વાતાવરણમાં પલટાંની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી.

vtv app promotion

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું, "16-17 જાન્યુઆરીએ પશ્ચિમી વિક્ષેપ આવશે, જેના કારણે દેશના ઉત્તરના પહાડી પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે. એટલે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોના હવામાનમાં પલટો આવી શકે છે. પશ્ચિમી વિક્ષેપ પછી ગુજરાતમાં ફરી ઠંડી આવવાની શક્યતા રહેશે. પરંતુ 22 જાન્યુઆરી પછી આ સિઝનનો પ્રથમ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે. આ પ્રથમ પશ્ચિમી વિક્ષેપ હશે જેને લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોથી લઈને છેક મેદાની ભાગો સુધીમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે. પવનની ગતિ, પવનના તોફાનો, ગાજવીજ, કરા પડવા, અને ઉત્તર ભારતમાં બરફ વર્ષા થવાની શક્યતા રહેશે. જમ્મુ-કાશ્મીરનું લઘુતમ તાપમાન શૂન્યથી નીચું જવાની શક્યતા રહેશે. દેશના ઉત્તરના પહાડી પ્રદાશોમાં પણ તાપમાન શૂન્યથી નીચું જવાની શક્યતા રહેશે."

આ પણ વાંચો: DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર વિરૂદ્ધ લેવાશે એક્શન

વધુમાં આગામી દિવસોના હવામાનની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, "ગુજરાતનાં ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન ઘટી જવાની શક્યતા રહેશે. જાન્યુઆરી મહિનામાં હજુ હાડ થિજવતી ઠંડી રહેશે. અને બીજા મજબૂત પશ્ચિમી વિક્ષેપ પછી ઠંડીની અસર વધુ વધવાની શક્યતા રહેશે. સામાન્ય રીતે ઉત્તર ગુજરાતનાં ભાગોમાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી, મધ્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડી રહી શકે. વલસાડના ભાગોમાં પણ ઠંડી વધવાની શક્યતા રહેશે. એટલે જાન્યુઆરીથી લઈને ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં હવામાનમાં ઘણા પલટાં આવશે અને 12 ફેબ્રુઆરી પણ વાતાવરણમાં પલટો આવી શકે છે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Weather Forecast Gujarat Weather Update
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ