બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / AI અને ડીપફેક મામલે હાઈકોર્ટનું કડક વલણ, મેટા, X અને ગુગલને નોટિસ

કાર્યવાહી / AI અને ડીપફેક મામલે હાઈકોર્ટનું કડક વલણ, મેટા, X અને ગુગલને નોટિસ

Priyankka Triveddi

Last Updated: 07:57 AM, 16 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદથી દાખલ જાહેર હિતની અરજીને આધારે ગુજરાત હાઈકોર્ટમાં AI અને ડીપફેક મુદ્દે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઈ છે. સોશિયલ મીડિયા પર વધતા ભ્રામક અને ખોટા વીડિયો અંગે કોર્ટએ ગંભીરતા દાખવી મેટા, X અને ગુગલ જેવી ટેક કંપનીઓને નોટિસ ફટકારી છે.

Gujarat High Court: અમદાવાદના અરજદાર દ્વારા દાખલ જાહેર હિતની અરજીને આધારે ગુજરાત હાઇકોર્ટમાં AI અને ડીપફેક મુદ્દે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઈ હતી. અરજદારે રજૂઆત કરી હતી કે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર AI જનરેટેડ ખોટું અને ભ્રામક કન્ટેન્ટ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જેને સમયસર દૂર કરવામાં આવતું નથી. આ મુદ્દાની ગંભીરતા ધ્યાનમાં લઈને હાઈકોર્ટે મેટા, X (ટ્વિટર) અને ગુગલ જેવી મોટી ટેક કંપનીઓને નોટિસ ફટકારી છે અને તેમને પોતાનો જવાબ રજૂ કરવા જણાવ્યું છે. સાથે જ કોર્ટે આ કંપનીઓને કેન્દ્ર સરકારના “સહયોગ” પોર્ટલ સાથે જોડાવાનું પણ સૂચન કર્યું છે. જેથી વાંધાજનક કન્ટેન્ટ સામે ઝડપી કાર્યવાહી થઈ શકે.

પ્લેટફોર્મની બેદરકારી અને URLનું બહાનું

અરજદારે કોર્ટમાં રજૂઆત કરી કે અનેક વખત વાંધાજનક અને ડીપફેક કન્ટેન્ટ દૂર કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં પ્લેટફોર્મ પ્રોવાઇડર દ્વારા યોગ્ય પ્રતિસાદ આપવામાં આવતો નથી. ખાસ કરીને “URL ઉપલબ્ધ નથી” જેવા બહાના આપીને કન્ટેન્ટ હટાવવામાં વિલંબ કરવામાં આવે છે. આ પરિસ્થિતિએ સામાન્ય લોકો માટે મુશ્કેલીઓ ઉભી કરી છે કારણ કે ઘણા લોકો AI જનરેટેડ વીડિયો અને ખોટી માહિતી વચ્ચેનો ફરક ઓળખી શકતા નથી. વધુમાં બાળકો પણ આ પ્રકારના કન્ટેન્ટનો ભોગ બની રહ્યા છે. જે સમાજ માટે ચિંતાજનક બાબત છે. કોર્ટે નોંધ્યું કે જો પ્લેટફોર્મ પર કન્ટેન્ટ મૂકાશે તો તેની ઓથેન્ટિકેશન અને વેરિફિકેશનની જવાબદારી પણ પ્લેટફોર્મની જ હોવી જોઈએ.

107 કન્ટેન્ટ હટાવવાના આદેશ છતાં યથાવત સ્થિતિ

રાજ્ય સરકાર તરફથી કોર્ટમાં માહિતી આપવામાં આવી કે જાન્યુઆરી 2026 દરમિયાન કુલ 107 વાંધાજનક કન્ટેન્ટ દૂર કરવા માટે પ્લેટફોર્મને સૂચનાઓ આપવામાં આવી હતી. પરંતુ તેમાંથી ઘણા કન્ટેન્ટ હજુ પણ ઓનલાઇન ઉપલબ્ધ છે. આ બાબતથી લોકોની પ્રતિષ્ઠાને નુકસાન થઈ રહ્યું છે અને વિદેશમાંથી પણ ફરિયાદો આવી રહી છે. ડીપફેક વીડિયો એટલા રિયલિસ્ટિક બની ગયા છે કે સામાન્ય વ્યક્તિ માટે તેને ઓળખવું મુશ્કેલ બની ગયું છે. કોર્ટે આ પરિસ્થિતિને ગંભીર ગણાવી અને કેન્દ્ર સરકારને પૂછ્યું કે જો પ્લેટફોર્મ પ્રોવાઇડર કોર્ટના અથવા સરકારના નિર્દેશોનું પાલન ન કરે તો તેની સામે શું કાર્યવાહી થઈ શકે.

આ પણ વાંચો: ગોતા ઓવર બ્રિજ પર ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લીધા, 2ના મોત, રેપિડો ચાલક-બુકર મોતને ભેટ્યા

કોર્ટના સવાલો

કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું કે 2026માં નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે. જેના અનુસાર વાંધાજનક કન્ટેન્ટને 3 કલાકની અંદર દૂર કરવું ફરજિયાત બનાવાયું છે. જ્યારે અગાઉ આ સમયમર્યાદા 36 કલાકની હતી. ઉપરાંત IT એક્ટની કલમ 66C, 66D અને 66E હેઠળ ખોટું કન્ટેન્ટ બનાવનાર સામે કાર્યવાહી થઈ શકે છે. જોકે કોર્ટે નોંધ્યું કે આ જોગવાઈઓ મુખ્યત્વે કન્ટેન્ટ બનાવનાર સામે છે. પ્લેટફોર્મ પ્રોવાઇડર સામે સીધી જવાબદારી નક્કી કરવામાં સ્પષ્ટતા નથી. કોર્ટે સવાલ કર્યો કે જો પ્લેટફોર્મ નિર્દેશોનું પાલન ન કરે તો તેના સામે કઈ અસરકારક કાર્યવાહી શક્ય છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે આવી પરિસ્થિતિમાં પ્લેટફોર્મ સહ આરોપી બની શકે છે. આરોપ સાબિત કરવા માટે લાંબી કોર્ટ પ્રક્રિયા જરૂરી છે. જે સમયસંવેદનશીલ મુદ્દાઓ માટે યોગ્ય નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Meta notice Gujarat High Court AI deepfake
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ