બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગોતા ઓવર બ્રિજ પર ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લીધા, 2ના મોત, રેપિડો ચાલક-બુકર મોતને ભેટ્યા

અમદાવાદ / ગોતા ઓવર બ્રિજ પર ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લીધા, 2ના મોત, રેપિડો ચાલક-બુકર મોતને ભેટ્યા

Pravin Joshi

Last Updated: 09:28 PM, 15 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ગોતા ઓવરબ્રિજ પર બેફામ દોડતા ડમ્પરે એક રેપિડો બાઈકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં રેપિડો ચાલક વિમલ ડોડીયા અને મુસાફર સુશીલ કુમાર પ્રશાદનું ઘટનાસ્થળે જ મોત થયું છે. પોલીસે ફરાર ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી છે.

અમદાવાદ શહેરમાં ભારે વાહનો અને ખાસ કરીને ડમ્પર ચાલકોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના ગોતા ઓવરબ્રિજ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં બે આશાસ્પદ યુવકોએ જીવ ગુમાવ્યા છે. પૂરઝડપે આવી રહેલા એક ડમ્પર ચાલકે બાઈક સવાર બે યુવકોને જોરદાર ટક્કર મારી અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ભીષણ હતો કે બાઈક પર સવાર બંને યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ ઘટનાને પગલે બ્રિજ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

accident-final

મૃતકોની ઓળખ વિમલ ડોડીયા અને સુશીલ કુમાર પ્રસાદ તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ, સુશીલ કુમારે મોબાઈલ એપ દ્વારા રેપિડો બાઈક બુક કરાવી હતી અને તે મુસાફરી કરી રહ્યા હતા. રેપિડો ચાલક નરપતભાઈ (વિમલ ડોડીયા) અને મુસાફર સુશીલ કુમાર ગોતા ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાળમુખા ડમ્પરે તેમને પાછળથી ટક્કર મારી હતી. ડમ્પરની સ્પીડ એટલી વધારે હતી કે ચાલક સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો અને બાઈક સવારોને કચડી નાખ્યા હતા. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : કેમ નથી થઈ રહી અમેરિકા-ઈરાન વચ્ચે સમજૂતી ? ખુદ US ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કારણ

અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. વહેલી સવારે બનેલી આ ઘટનાએ ફરી એકવાર અમદાવાદના રસ્તાઓ પર ભારે વાહનોની અવરજવર અને તેમની બેફામ ગતિ સામે સવાલો ઉભા કર્યા છે. પોલીસે ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. નિર્દોષ વાહનચાલકો માટે અમદાવાદના ઓવરબ્રિજ હવે જોખમી બની રહ્યા હોય તેવો ભય નાગરિકોમાં વ્યાપી ગયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GujaratNews Ahmedabad GotaBridgeAccident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ