ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના નારણપુરામાં અસામાજિક તત્વોનો આતંક, પાર્ક કરેલી કારોના કાચ તોડાયા

ઘટના / અમદાવાદના નારણપુરામાં અસામાજિક તત્વોનો આતંક, પાર્ક કરેલી કારોના કાચ તોડાયા

Published By: Priyankka Triveddi

Last Updated: 07:44 AM, 17 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ તોડફોડ મચાવી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જ્યો છે.

ADVERTISEMENT

Ahmedabad News: અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અસામાજિક તત્વોની હરકતો વધતી જોવા મળી રહી છે. તાજી ઘટનામાં નારણપુરા વિસ્તારમાં આવેલા વર્દાન ટાવર પાસે મોડી રાત્રે તોડફોડની ઘટના સામે આવી છે. આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ છે.

માહિતી મુજબ નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર નજીક કેટલાક અસામાજિક તત્વોએ અચાનક આતંક મચાવ્યો હતો. ટાવર નીચે પાર્ક કરેલી અનેક કારોને નિશાન બનાવી તેમના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. આ ઘટનામાં અનેક વાહનોને નુકસાન પહોંચ્યું છે. ગાડીના માલિકોને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે.

ahmedabad-car-todfod

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મોડી રાત્રે અચાનક તોડફોડના અવાજો આવવા લાગ્યા હતા. શરૂઆતમાં લોકોને શું થયું છે તે સમજાયું નહોતું પરંતુ પછી બહાર આવી જોયું તો પાર્ક કરેલી કારોના કાચ તૂટી ગયેલા જોવા મળ્યા. આ દ્રશ્ય જોઈ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ તરત જ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ નારણપુરા પોલીસ દોડતી ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, 23 એપ્રિલે વોટિંગ, 4 મેના રોજ મત ગણતરી

vtv app promotion

પોલીસ હાલ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે જેથી તોડફોડ કરનાર અસામાજિક તત્વોને ઓળખી શકાય. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં રહેતા લોકોમાં સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad vandalism Naranpura incident Ahmedabad Police

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ