ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, 23 એપ્રિલે વોટિંગ, 4 મેના રોજ મત ગણતરી

રાજનીતિ / ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, 23 એપ્રિલે વોટિંગ, 4 મેના રોજ મત ગણતરી

Published By: Priykant Shrimali

Last Updated: 09:48 PM, 16 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Umreth Assembly By-Election : ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

ADVERTISEMENT

Umreth Assembly By-Election : આણંદની રાજનીતિને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ બેઠક ગોવિંદ પરમારના નિધન બાદ ખાલી પડી હતી. હવે આ બેઠક માટે મતદાન આગામી 23 એપ્રિલે યોજાશે. ચૂંટણી કાર્યક્રમ મુજબ 30 માર્ચે ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારો માટે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ 6 એપ્રિલ રહેશે, જ્યારે 7 એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો 9 એપ્રિલ સુધીમાં પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે. મતદાન 23 એપ્રિલે યોજાશે અને 4 મેના રોજ મત ગણતરી કરવામાં આવશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 6 મે સુધી પૂર્ણ થવાની છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે જણાવ્યું હતું કે, ઉમરેઠ વિધાનસભાની અંતિમ મતદાર યાદી 17 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રકાશિત થઈ હતી. આ યાદી મુજબ કુલ 2,42,836 મતદારો નોંધાયેલા છે. તેમાં 1,05,990 પુરુષ મતદારો અને 1,00,909 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. મતદારોના નામમાં સુધારાની પ્રક્રિયા 27 માર્ચ 2026 સુધી ચાલુ રહેશે. ત્યારબાદ વધારાની યાદી તૈયાર કરીને મતદાન દરમિયાન જાહેર કરવામાં આવશે.

ચૂંટણી કાર્યક્રમ જાહેર થતા જ જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે આ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. આચારસંહિતાના અમલ માટે જિલ્લા કક્ષાએ ખાસ ટીમોની રચના કરવામાં આવી છે. સોશિયલ મીડિયા, જાહેર ખર્ચ અને મીડિયાની દેખરેખ રાખવા માટે પણ વિશેષ મોનિટરિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 24 કલાક કામ કરતી ટીમો દ્વારા સતત નજર રાખવામાં આવશે. સાથે જ પેઈડ ન્યૂઝ પર પણ ખાસ દેખરેખ રાખવામાં આવશે.

આ પણ વાંચો : ઉનાના ચકચારી કાંડમાં 5 દોષિત, ગાયનું ચામડું ઉતારવાના શકમાં મરાયો હતો ઢોરમાર

મતદારો અને નાગરિકોની ફરિયાદો સાંભળવા માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ ટોલ ફ્રી નંબર 111 પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી શકશે. આ પેટાચૂંટણી માટે ઉમરેઠ વિધાનસભામાં કુલ 306 મતદાન મથકો પર મતદાન યોજાશે. તમામ બૂથ પર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને VVPAT મશીન દ્વારા મતદાન કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Govind Parmar seat vacancy Umreth by election 2026 Umreth assembly bypoll Gujarat

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ