બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં રથયાત્રા સાદાઈથી નીકળશે? મંત્રી ઋષિકેશ પટેલે કરી સ્પષ્ટતા

નિવેદન / અમદાવાદમાં રથયાત્રા સાદાઈથી નીકળશે? મંત્રી ઋષિકેશ પટેલે કરી સ્પષ્ટતા

Dinesh Chaudhary

Last Updated: 06:05 PM, 18 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રથયાત્રા સાદાઈથી નીકળવાની ચર્ચા વચ્ચે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ સ્પષ્ટતા કરતા કહ્યું કે, 'રાજ્ય સરકાર મંદિર પ્રશાસનના નિર્ણય સાથે છે'

અમદાવાદ જગન્નાથ રથયાત્રા પર સરકારનું પહેલું નિવેદન સામે આવ્યું છે. રાજ્ય સરકારના પ્રવક્તમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, 'જગન્નાથ રથયાત્રા કેવી રીતે નિકળશે તે મંદિર કમિટી નક્કી કરશે તેમજ રથયાત્રા બાબતે મંદિર પ્રશાસન પર નિર્ણય છોડવામાં આવ્યો છે, રાજ્ય સરકાર મંદિર પ્રશાસનના નિર્ણય સાથે છે'

'રથયાત્રા બાબતે મંદિર પ્રશાસન પર નિર્ણય છોડવામાં આવ્યો'

રથયાત્રા સાદાઈથી નીકળવાની ચર્ચા વચ્ચે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ''વિમાન દૂર્ઘટના એક એક્સિડેન્ટ હતો, જે નહતો બનવો જોઈએ છતા બની ગયો છે. આ દુખદ ઘટના અમદાવાદમાં બની ગઈ છે. ત્યારે રથયાત્રાને લઈ કોઈપણ આપણે નિર્ણય લેવો હોય તો આપણે મંદિર વહીવટી તંત્ર પર છોડેલું છે, મંદિર જે પણ વર્તમાન પરિસ્થિતિના આધારે નિર્ણય લેશે તે આવકાર્ય રહેશે''

app promo4

આ પણ વાંચો: ગુજરાતને બે દિવસ ધમરોળશે મેઘરાજા, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

રથયાત્રા પહેલા ભગવાનની પાદુકાઓની પૂજા કરાઈ

અમદાવાદ દેશની સૌથી મોટી બીજી રથયાત્રા 27 જૂને નીકળશે. રથયાત્રા નીકળતા પહેલા જળયાત્રા સાથે બીજી એક અનોખી પૂજા શરુ કરાઈ જે છે. "પાદુકા પૂજા" જોકે આજે પ્રથમવાર આ પૂજા કરવામાં આવી છે. મહંતોના હસ્તે ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની પાદુકાઓની વિશેષ પૂજા કરવામાં આવી છે. પાદુકા પૂજનમાં વરસતા વરસાદે 500થી પણ વધુ શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા હતા. બાલા હનુમાન મંદિરમાં પૂજન બાદ ભગવાનની પાદુકા દર્શન માટે મુકાઈ છે. પાદુકા મોસાળમાં રથયાત્રાના દિવસે ભગવાન પધરામણી કરશે ત્યારે અર્પણ કરાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rath Yatra 2025 Jagannathji Rath Yatra Ahmedabad Jagannath Rath Yatra
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ