ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat navratri garba minister of state for home affairs pradipsinh jadeja

ખુશખબર / રાજ્યમાં નવરાત્રિ આયોજનને લઈને મોટા સમાચાર, મંત્રી પ્રદિપસિંહનું આવ્યું નિવેદન

Published By: Divyesh

Last Updated: 02:33 PM, 29 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જેને લઇને હાલમાં ધાર્મિક ઉજવણીને લઇને મંજૂરી આપવામાં આવી રહી નથી. જો કે રાજ્યમાં નવરાત્રી યોજવા મુદ્દે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે આ અંગે યોગ્ય સમયે વિચાર કરી નિર્ણય લેવામાં આવશે.

ADVERTISEMENT

  • નવરાત્રી યોજવા મુદ્દે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન
  • નવરાત્રી અંગે યોગ્ય સમયે વિચાર કરી લેવાશે નિર્ણય
  • ગાઈડલાઈનના પાલન સાથે કેવી રીતે ઉજવણી થાય તેના પર વિચારણા

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નવરાત્રી યોજવાને લઇને નિવેદન આપ્યું છે. ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું નવરાત્રી અંગે યોગ્ય સમયે વિચાર કરી નિર્ણય લેવામાં આવશે. રાજ્ય સરકાર કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે કેવી રીતે ઉજવણી થાય તેના પર વિચારણા કરી નિર્ણય લેવામાં આવશે. 

જો કે થોડા દિવસ પહેલાં જ ગરબાને લઇને સરકાર મોટી જાહેરાત કરે તેવા સમાચારને લઇને અટકળો સામે આવી હતી. જેમાં રાજ્યના ગરબા ખેલૈયાઓને સારા સમાચાર મળી શકે છે. નવરાત્રીમાં ગરબા માટે સરકાર છૂટછાટ આપી શકે છે. નિયમો સાથે સરકાર આયોજનને છૂટછાટ આપી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. રાજકોટના એક ગરબા આયોજકે પાસ બુકિંગની જાહેરાત કરી હોવાના કારણે આ અટકળો સામે આવી હતી.

હાલમાં રાજ્યભરમાં કોરોનાની મહામારીને લઇને હજુ પણ સરકાર દ્વારા સ્કૂલ, કોલેજે, સિનેમા હોલ વગેરેને લઇને  છૂટછાટ આપવામાં આવી નથી. રાજ્યમાં હજી પણ મંદિરોમાં દર્શનને લઇને પણ છૂટછાટ આપવામાં આવી નથી. ત્યારે હાલમાં ગણેશચતુર્થી અને લોકમેળામાં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી નથી.

ત્યારે નવરાત્રીને લઇને ગરબાને લઇને છૂટછાટ આપવામાં આવશે કે નહી તે ગરબા ખૈલેયાઓમાં હાલ ચર્ચાનો વિષય બની જોવા મળી રહ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Garba Navratri Pradipsinh Jadeja gujarat ગરબા નવરાત્રી પ્રદિપસિંહ જાડેજા Navratri

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ