બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર

આગાહી / એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર

Last Updated: 03:16 PM, 17 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે, જ્યાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં સર્વત્રિક વરસાદની આગાહી કરી છે, સાથે જ આજે ભારેથી અતિભારે વરસાદ તો ક્યાંક અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ: ગુજરાતમાં ત્રણ દિવસ સુધી વરસાદી સિસ્ટમને લીધે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. તો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાત પર બનેલી વરસાદી સિસ્ટમને કારણે ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આજે ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદ થશે. આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. સાથે જ હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ, નવસારી, સુરત, દમણ દાદરા નગર હવેલી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં ભારે વરસાદનું રેડ અલર્ટ આપવામાં આવ્યું છે.

PROMOTIONAL 13

આ સિવાય હવામાન વિભાગ દ્વારા જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. વધુમાં અમદાવાદ સહિતના બાકીના જિલ્લાઓમાં આજે વરસાદ માટેનું યેલો અલર્ટ આપ્યું છે.

આ પણ વાંચો: છેલ્લા 24 કલાકમાં 158 તાલુકામાં મેઘ મહેર, વેરાવળમાં સૌથી વધુ 5.2 ઇંચ, જુઓ ફોટો

આવતીકાલે ગુરુવારે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ જિલ્લાઓમાં તો પંચમહાલ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં યેલો અલર્ટની આગાહી કરવામાં આવી છે. શિયર ઝોન, ઓફશૉર ટ્રફ અને, વેસટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ જામ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IMD Weather Forecast Gujarat Monsoon Update Gujarat Rains
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ