બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / વડોદરા / Gujarat man held for blackmailing women, took to crime after being cheated by girlfriend

પ્રેમમાં દગો / વડોદરાનો 'દિલજલો આશિક', ગર્લફ્રેન્ડે દગો આપતાં 100 છોકરીઓ ફસાવીને કર્યું આવું, એક ભારે પડી જતા પકડાયો

Hiralal

Last Updated: 08:57 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં પ્રેમમાં દગો મળતાં 100થી વધુ છોકરીઓને ફસાવીને તેમને લૂંટનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

  • વડોદરામાં દિલજલા આશિકનો મોટો કાંડ
  • 100થી વધુ છોકરીઓને ફસાવીને લૂંટી
  • ગર્લફ્રેન્ડે પ્રેમમાં દગો આપતાં લીધો બદલો 

'પાડાના વાંકે પખાલીને ડામ', કહેવત સાચી પડતી એક મોટી ઘટના વડોદરામાં બની છે. પ્રેમમાં દગો મળતાં માણસ બીજા સાથે પણ ખરાબ કામ કરતાં અચકાતો નથી. વડોદરામાં ગર્લફ્રેન્ડનો દગો મળતાં એક યુવાને બદલો લેવાનો પ્લાન બનાવ્યો અને જેમ જીવજંતુઓ ફસાવવા કરોળિયો જેમ જાળ પાથરે તેવી જાળ પાથરીને યુવાને 100થી વધુ છોકરીઓ સાથે પ્રેમનું નાટક કરીને તેમની પાસેથી લાખો રુપિયા પડાવી લીધા, પૈસા મળી ગયા બાદ તે જાણે હવામાં ઓગળી જતો હોય તેવી રીતે અદ્રશ્ય થઈ જતો, આ દિલજલા આશિકે લગભગ 8 વર્ષ સુધી પોતાનો આ ખેલ ચલાવ્યો હતો અને હજુ પણ ચલાવતો રહેત પરંતુ કહેવત છે કે ને શેરને માથે સવા શેર હોય જ છે, તેવી રીતે આ આશિક પર એક મહિલા સવા શેર બનીને તૂટી પડી અને તેણો ભાંડો ફોડી નાખ્યો અને જેલના સળિયા પાછળ ધકેલી દેવડાવ્યો. 

શું છે ઘટના 

ગુજરાતના વડોદરામાં પ્રેમમાં દગો ખાનાર એક યુવાનની મોટી ઠગાઈ સામે આવી છે. રાકેશ સિંહ નામના યુવાને 100થી વધુ છોકરીઓને ફસાવીને તેમને લૂંટી લીધી હોવાનું સામે આવ્યું છે. પ્રેમમાં દગો મળતાં તે છોકરીઓને નફરત કરવા લાગ્યો હતો અને તેણે બદલો લેવાનું નક્કી કર્યું અને છેલ્લા 8 વર્ષમાં 100 છોકરીઓને બ્લેકમેલ કરીને લૂંટી લીધી. વડોદરા સાયબર ક્રાઇમના અધિકારીઓએ તેને પકડી પાડ્યો છે. 

ગર્લફ્રેન્ડ છોડીને જતી રહેતા બન્યો ઠગ 
રાકેશ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં છોકરીઓને પોતાનો શિકાર બનાવતો હતો. રાકેશની એક ગર્લફ્રેન્ડ હતી. જ્યારે તે તેની સાથે રિલેશનશીપમાં હતો ત્યારે તેણે તેની પાછળ લગભગ દોઢ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. છોકરી તેને છોડીને જતી રહી. રાકેશ આ વાતથી ખૂબ જ ગુસ્સે થઈ ગયો. બદલાની આગમાં તેણે છોકરીઓને છેતરવાનું અને તેમને લૂંટી લેવાનું મન બનાવી લીધું.

છોકરીઓને કેવી રીતે ફસાવી 
પકડાયા બાદ રાકેશે પૂછપરછમાં અનેક આશ્ચર્યજનક ખુલાસા કર્યા હતા. આઠ વર્ષમાં તેણે 100થી વધુ છોકરીઓને લૂંટી લીધી હતી. તે સોશિયલ મીડિયા અને મેટ્રિમોનિયલ સાઇટ્સ દ્વારા છોકરીઓ સાથે મિત્રતા કરતો હતો. તે મિત્રતાનો ઢોંગ કરતો હતો અને તેમને પ્રેમની જાળમાં ફસાવતો હતો. પછી શરૂ થયો છેતરપિંડીનો ખેલ... લાલચ આપીને અને ધમકી આપીને લાખો રૂપિયાની લૂંટ કરતો હતો. રાકેશ સોશિયલ મીડિયા પર પોતાને બિઝનેસમેન ગણાવતો હતો. 
તેણે કેટલીક છોકરીઓને પોલીસ અધિકારી અને જસ્ટીસ તરીકે પોતાનો પરિચય પણ આપ્યો. પ્રેમમાં હોવાનો ઢોંગ કરીને તે છોકરીઓને ફસાવતો અને પછી બ્લેકમેલ કરતો. છેતરપિંડી કર્યા પછી, તે તે છોકરીઓની નજર સામેથી દૂર થઈ જતો અને પછી બીજીને ફસાવતો. છોકરીઓ સાથેની તેની આ ઠગાઈ લગભગ 8 વર્ષ સુધી ચાલી હતી. છેતરપિંડીના પૈસાથી મોંઘીદાટ હોટલોમાં રહેતો અને રાજા મહારાજા જેવું વૈભવી જીવન ગાળતો. 

કેવી રીતે ઝડપાયો 
શાતિર ગણાતા આ ચોરને એક મહિલા ભારે પડી ગઈ. રાકેશે વડોદરાની એક મહિલા સાથે પણ છેતરપિંડી કરી હતી. તેણે પીડિતાની કેટલીક ખાનગી તસવીરો માંગી હતી આ પછી તેણે તેને બ્લેકમેઈલ કરવાનું શરૂ કરી દીધું. પીડિતાની ફરિયાદ પરથી પોલીસે કેસની તપાસ કરી હતી. આરોપીની ધરપકડ કરી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ