ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ અધિકારીઓને સોંપાઈ મોટી જવાબદારી, પરિપત્ર જાહેર
Last Updated: 01:56 PM, 20 March 2026
ADVERTISEMENT
Gujarat Local Elections : ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તાજેતરમાં મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ચૂંટણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત બનાવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. આ પરિપત્ર મુજબ રાજ્યભરના જિલ્લાઓ અને શહેરોમાં મતદાન મથકોની યાદી તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ કામગીરી હેઠળ દરેક મતદાન મથકનું સ્થળ, વિસ્તાર અને ત્યાં મતદાન કરનારા મતદારોની સંખ્યા ચોક્કસ રીતે નક્કી કરવામાં આવશે.
ADVERTISEMENT
વિવિધ સંસ્થાઓ માટે તૈયારીઓ
આ ચૂંટણીઓમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકા જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ તમામ માટે મતદાન વ્યવસ્થા સુચારૂ રહે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
અહીં જુઓ પરિપત્ર : Gujarat Local Elections
અધિકારીઓને સોંપાઈ જવાબદારી
ADVERTISEMENT
ચૂંટણી પ્રક્રિયા યોગ્ય રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા અને શહેર સ્તરના ચૂંટણી અધિકારીઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. તેઓને સૂચના આપવામાં આવી છે કે મતદાન મથકો સંબંધિત તમામ માહિતી સમયસર તૈયાર કરી અને ઉપરના તંત્રને મોકલી દેવી.

ADVERTISEMENT
આ પણ વાંચો : માર્ચથી એપ્રિલ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ, અંબાલાલની ચિંતાજનક આગાહી
સમયસર કામગીરી પર ભાર
ADVERTISEMENT
આયોગે ખાસ કરીને સમયમર્યાદાનું પાલન કરવા પર ભાર મૂક્યો છે, જેથી ચૂંટણીની પ્રક્રિયામાં કોઈ વિલંબ ન થાય. મતદારોને સરળતા રહે અને ચૂંટણી પારદર્શક રીતે યોજાય તે માટે આ તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ