ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / માર્ચથી એપ્રિલ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ, અંબાલાલની ચિંતાજનક આગાહી

અંબાલાલ આગાહી / માર્ચથી એપ્રિલ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ, અંબાલાલની ચિંતાજનક આગાહી

Published By: Priykant Shrimali

Last Updated: 12:49 PM, 20 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambalal Patel Rain Forecast : અંબાલાલ પટેલની આગાહી મુજબ માર્ચ મહિના દરમિયાન અને એપ્રિલની શરૂઆતમાં પણ હવામાનમાં અનેક ફેરફારો જોવા મળી શકે, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

ADVERTISEMENT

Ambalal Patel Rain Forecast : ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી કમોસમી વરસાદ અને બદલાતા હવામાનને લઈને ચિંતા જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે ફરી એક વાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ માર્ચ મહિના દરમિયાન અને એપ્રિલની શરૂઆતમાં પણ હવામાનમાં અનેક ફેરફારો જોવા મળી શકે છે.

આકાશ ધીમે ધીમે સાફ થતું જોવા મળશે : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલની આગાહી મુજબ માર્ચના દિવસોમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં હાલ આકાશ ધીમે ધીમે સાફ થતું જોવા મળશે, જે ખેડૂતો માટે થોડી રાહત લાવશે. ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આજે અને આવનારા દિવસોમાં હવામાનમાં સુધારો જોવા મળી શકે છે. પરંતુ આ રાહત લાંબા સમય સુધી ટકી રહે તેવી શક્યતા ઓછી છે. 22 અને 25 માર્ચ આસપાસ પશ્ચિમી વિક્ષેપના કારણે હવામાનમાં ફરી બદલાવ આવી શકે છે. આ કારણે 25થી 28 માર્ચ દરમિયાન ફરી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો : કમોસમી વરસાદનો કહેર, છેલ્લા 24 કલાકમાં 72 તાલુકામાં વરસાદ, આજે પણ 10 જિલ્લામાં આગાહી

એપ્રિલમાં ફરી આવશે કમોસમી વરસાદ ?

એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ આ જ સ્થિતિ યથાવત રહે તેવી શક્યતા છે. 3થી 4 એપ્રિલ દરમિયાન ફરી વાદળો છવાઈ શકે છે, જ્યારે 8થી 12 એપ્રિલ વચ્ચે પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાત સહિત દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળી શકે છે. આગાહી મુજબ 14 એપ્રિલ આસપાસ પવનની ગતિમાં વધારો થઈ શકે છે, જે હવામાનને વધુ અસ્થિર બનાવે છે. ઉપરાંત, અખાત્રીજના સમયગાળા દરમિયાન પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Prediction Unseasonal Rain Gujarat Weather Forecast

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ