ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કમોસમી વરસાદનો કહેર, છેલ્લા 24 કલાકમાં 72 તાલુકામાં વરસાદ, આજે પણ 10 જિલ્લામાં આગાહી

હવામાન અપડેટ / કમોસમી વરસાદનો કહેર, છેલ્લા 24 કલાકમાં 72 તાલુકામાં વરસાદ, આજે પણ 10 જિલ્લામાં આગાહી

Published By: Priykant Shrimali

Last Updated: 09:02 AM, 20 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Unseasonal Rain : એક તરફ લોકોને ગરમીમાંથી રાહત મળી છે, તો બીજી તરફ ખેડૂતો માટે ચિંતા વધી, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

ADVERTISEMENT

Gujarat Unseasonal Rain : ગુજરાતમાં ભરઉનાળે હવામાનમાં અચાનક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 72 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. એક તરફ લોકોને ગરમીમાંથી રાહત મળી છે, તો બીજી તરફ ખેડૂતો માટે ચિંતા વધી છે.

વરસાદના આંકડા પર નજર કરીએ તો અમરેલી જિલ્લાના બગસરામાં સૌથી વધુ 1.61 ઈંચ વરસાદ નોંધાયો છે. ચોટીલામાં 1.54 ઈંચ, રાજકોટ અને ભેસાણમાં 1.38 ઈંચ વરસાદ પડ્યો છે. ઉપલેટા, ધોરાજી અને ઓખા જેવા વિસ્તારોમાં આશરે 20 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સાવરકુંડલા, ચુડા, મુંદ્રા, લોધિકા, લાલપુર અને વિસાવદર જેવા વિસ્તારોમાં પણ મધ્યમ પ્રમાણમાં વરસાદ નોંધાયો છે.

આજે 10 જિલ્લામાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યના લગભગ 10 જિલ્લાઓમાં કમોસમી વરસાદ ચાલુ રહી શકે છે. બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અરવલ્લી, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે.

આ પણ વાંચો : તોફાની પવનનો કહેર: મનપાનું બોર્ડ પડતા યુવકનું મોત, રાજ્યભરમાં વરસાદી માહોલ

આ ઉપરાંત દાહોદ, છોટા ઉદેપુર અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આવેલા અમરેલી અને કચ્છ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો પર ખાસ અસર પડી રહી છે. ઘણા વિસ્તારોમાં લણણી માટે તૈયાર પાક ભીંજાઈ ગયા છે, જેના કારણે નુકસાન થવાની ભીતિ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat rain update weather forecast Gujarat unseasonal rain

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ