ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / તોફાની પવનનો કહેર: મનપાનું બોર્ડ પડતા યુવકનું મોત, રાજ્યભરમાં વરસાદી માહોલ

સુરત / તોફાની પવનનો કહેર: મનપાનું બોર્ડ પડતા યુવકનું મોત, રાજ્યભરમાં વરસાદી માહોલ

Published By: Priykant Shrimali

Last Updated: 11:37 PM, 19 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Heavy Rain : પવનની તીવ્રતા એટલી વધારે હતી કે ભારે લોખંડનું બોર્ડ પણ ટકી શક્યું નહીં અને સીધું નીચે પડ્યું અને પછી... અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

ADVERTISEMENT

Surat Heavy Rain : ગુજરાતમાં અચાનક બદલાયેલા હવામાન વચ્ચે સુરત શહેરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ભારે પવન અને મીની વાવાઝોડા જેવી સ્થિતિને કારણે શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં શાયોના પ્લાઝા નજીક મનપાનું એક મોટું બોર્ડ તૂટી પડ્યું, જેના કારણે એક યુવકનું સ્થળ પર જ મોત થયું.

શું હતો સમગ્ર મામલો ?

પ્રાથમિક વિગતો મુજબ પવનની તીવ્રતા એટલી વધારે હતી કે ભારે લોખંડનું બોર્ડ પણ ટકી શક્યું નહીં અને સીધું નીચે પડ્યું. આ દુર્ઘટનામાં નીતિન વાજા નામના યુવકનું જીવ ગુમાવવો પડ્યો. ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. મૃતદેહને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આગળની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. પોલીસ દ્વારા યુવકની ઓળખ અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ સહિત અનેક શહેરોમાં સવારે જોરદાર પવન ફૂંકાયો હતો. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા રસ્તાઓ પર ધૂળ ઉડી અને લોકો મુશ્કેલીમાં મુકાયા. અનેક સ્થળોએ ઝાડ તૂટી પડવાની ઘટનાઓ પણ નોંધાઈ છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજકોટમાં કરા સાથે વરસાદ પડ્યો હતો, જ્યારે જામનગર અને આસપાસના વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો : VIDEO : જામનગરમાં મોટો વીજપોલ ધરાશાયી, રાજકોટમાં 1.5 ઈંચ વરસાદ, અમદાવાદમાં આંધી, ક્યાં કેવી સ્થિતિ

રાજ્યના કુલ 72 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં અમરેલી જિલ્લાના બગસરામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. દિવેલા, ઈસબગુલ, વરિયાળી, જીરૂ અને કેરી જેવા પાકોને અસર પહોંચી છે, જેના કારણે આર્થિક ચિંતા વધી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે પણ ચેતવણી આપી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, સુરત સહિતના વિસ્તારોમાં 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ગાજવીજ અને કરા પડવાની શક્યતા છે. સાથે જ વીજળી પડવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat accident billboard collapse strong winds Gujarat

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ