ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / VIDEO : જામનગરમાં મોટો વીજપોલ ધરાશાયી, રાજકોટમાં 1.5 ઈંચ વરસાદ, અમદાવાદમાં આંધી, ક્યાં કેવી સ્થિતિ
Last Updated: 07:28 PM, 19 March 2026
ADVERTISEMENT
Gujarat Heavy Rain : ગુજરાતમાં હાલ હવામાનમાં અચાનક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં વાતાવરણ એકદમ બદલાઈ ગયું છે. સાંજના સમયે આકાશમાં અંધારપટ છવાઈ ગયો હતો અને પવન સાથે વરસાદી છાંટા શરૂ થયા હતા. ઉનાળાની વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાતા લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી છે, પરંતુ સાથે ચિંતા પણ વધી છે.
ADVERTISEMENT
હજુ બે દિવસ કમોસમી વરસાદની આગાહી
ADVERTISEMENT
હવામાન વિભાગની આગાહી મુજબ હજુ બે દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ રહી શકે છે. આ બદલાવનું કારણ પવનની દિશામાં ફેરફાર અને વાતાવરણમાં બનેલી ખાસ પરિસ્થિતિઓ માનવામાં આવે છે.
ADVERTISEMENT
જામનગરમાં 66KVની હાઈવોલ્ટેજ વીજ લાઇન ધરાશાયી
આજે જામનગરમાં વાવાઝોડા અને વરસાદ વચ્ચે લાલપુર બાયપાસ પાસે 66KVની હાઈવોલ્ટેજ વીજ લાઇન ધરાશાયી થવા સહિત અનેક વિસ્તારોમાં વીજપોલ અને વૃક્ષો ઉખડી પડતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.
ADVERTISEMENT
રાજકોટમાં 1.5 ઈંચ વરસાદ
ADVERTISEMENT
રાજકોટ શહેરમાં કરા અને ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. સાંજે 5 વાગ્યાના અરસામાં અંધાર છવાતા શહેરમાં વિઝિબિલિટી ઘટી હતી. વાહનચાલકોએ દિવસે લાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી. શહેરમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબકતા રસ્તા પર જળબંબાકારના દૃશ્યો જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
બનાસકાંઠામાં કમોસમી વરસાદથી પાકને નુકસાન
રાજ્યના અનેક જિલ્લાઓમાં આ હવામાનનો અસર જોવા મળી રહ્યો છે. બનાસકાંઠામાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ખેડૂતોના તૈયાર પાક જેમ કે ઘઉં, બટાકા અને વરિયાળી પલળી જતાં નુકસાન થયું છે. કચ્છના વિસ્તારોમાં પણ મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો, જેના કારણે એરંડા, દાડમ અને અન્ય પાકોને નુકસાન પહોંચ્યું છે. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ
સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં પણ પવન સાથે વરસાદી ઝાપટા નોંધાયા છે. ગામડાં વિસ્તારોમાં ઝાડ તૂટી પડવાના બનાવો સામે આવ્યા છે અને ઘણા સ્થળોએ વાદળછાયા વાતાવરણને કારણે દૃશ્યતા ઘટી ગઈ છે.
ગિરનાર રોપ-વે બંધ
જૂનાગઢ જિલ્લામાં તો કરા સાથે વરસાદ પડ્યો હતો. ગિરનાર પર્વત પર પણ વરસાદ વરસતા રોપવે સેવા તાત્કાલિક બંધ કરવામાં આવી હતી. તોફાની પવન અને ગાજવીજને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
કચ્છના નાના રણમાં ભારે વરસાદ
કચ્છના નાના રણ વિસ્તારમાં ભારે પવનને કારણે સોલાર પેનલોને નુકસાન પહોંચ્યું છે. રાપર વિસ્તારમાં ઘણા સોલાર પેનલો તૂટી ગયા છે, જ્યારે આડેસર વિસ્તારમાં મીઠાના અગરિયાઓને પણ નુકસાનની ભીતિ છે.

આ પણ વાંચો : ભારે પવન અને વરસાદના કારણે મુન્દ્રા પોર્ટ પર જહાજ રસો તોડીને નીકળી ગયું
ખેડૂતોની મુશ્કેલીમાં વધારો
આ સમગ્ર પરિસ્થિતિમાં સૌથી વધુ અસર ખેડૂતો પર પડી છે. ઘણા વિસ્તારોમાં લણણી માટે તૈયાર પાક બગડી ગયો છે, જેના કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. ઘણા સ્થળોએ ખેતી માટે બનાવેલા શેડ અને મંડપ પણ પવનમાં ઉડી ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ