બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:10 PM, 19 March 2026
Kutch Heavy Rain : ગુજરાતમાં ચાલી રહેલા અચાનક બદલાયેલા હવામાનની અસર હવે કચ્છ વિસ્તારમાં પણ ગંભીર રીતે જોવા મળી રહી છે. વાસ્તવમાં ભારે પવન અને વરસાદના કારણે મુન્દ્રા પોર્ટ પર અસ્થિર પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યાં એક મોટું જહાજ પોતાનો કાબૂ ગુમાવી બેઠું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
વિગતો મુજબ મુન્દ્રા પોર્ટ ખાતે ઉભેલું MSC કંપનીનું એક મહાકાય જહાજ ભારે પવનના ઝાપટામાં આવીને પોતાના રસા (દોરડા) તોડી આગળ વધી ગયું. આ ઘટના CT3 ટર્મિનલ વિસ્તારમાં બની હતી, જેના કારણે પોર્ટમાં થોડીવાર માટે ગભરાટ ફેલાયો હતો. ફક્ત જહાજ જ નહીં, પરંતુ પોર્ટમાં રાખવામાં આવેલા મોટા કન્ટેનરો પણ પવનની તાકાત સામે ટકી શક્યા નહોતા. ભારે પવનના ઝોકા કારણે કેટલાક કન્ટેનરો ખસીને વેરવિખેર થઈ ગયા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સુરક્ષા પગલાં લેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ભારે પવન અને વરસાદ ના કારણે મુન્દ્રા પોર્ટ પર જહાજ રસો તોડીને નીકળી ગયું#MundraPort #Kutch #GujaratWeather #StormAlert #ShipIncident #BreakingNews #RainStorm #WindStorm #IndiaNews #PortNews #Reels #Shorts #VTVDigital pic.twitter.com/3kgNdJWz2x
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 19, 2026
પોર્ટ પ્રશાસને સાવચેતીરૂપે અંદર ગાડીઓની અવરજવર પર રોક લગાવી દીધી હતી જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય. કર્મચારીઓને પણ સુરક્ષિત જગ્યાએ રહેવા સૂચના આપવામાં આવી હતી. આ તોફાની હવામાનને કારણે પશ્ચિમ કચ્છ પછી હવે પૂર્વ કચ્છમાં પણ મીની વાવાઝોડા જેવી સ્થિતિ ઉભી થઈ છે. પવનની ગતિ અને વરસાદના કારણે સામાન્ય જીવન પર અસર જોવા મળી રહી છે.
ADVERTISEMENT
કચ્છ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક બદલાવ જોવા મળ્યો હતો. વિગતો મુજબ આજે માતાના મઢ, લખપત, નખત્રાણા, અબડાસા તેમજ ભુજ તાલુકા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ બદલાયેલા માહોલને કારણે ઘણા વિસ્તારોમાં અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે સામાન્ય જનજીવન પણ થોડીવાર માટે પ્રભાવિત બન્યું હતું.
કચ્છના વાતાવરણમાં પલટો, લખપત,નખત્રાણા,અબડાસા અને ભુજમાં ભારે પવન સાથે વરસાદ#Kutch #GujaratWeather #RainAlert #WindStorm #UnseasonalRain #Bhuj #Lakhpat #Nakhatrana #Abdasa #BreakingNews #Reels #Shorts #VTVDigital pic.twitter.com/EKXqFGWL7a
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 19, 2026
ADVERTISEMENT
હવામાન વિભાગની આગાહી વચ્ચે આ કમોસમી વરસાદે અનેક તાલુકાઓને અસર કરી છે. અબડાસા, લખપત, માંડવી, મુન્દ્રા, ભુજ અને નખત્રાણા જેવા વિસ્તારોમાં વહેલી સવારે જ વરસાદ શરૂ થયો હતો. ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે ગામડાંની ગલીઓમાં પાણી ભરાઈ ગયા હતા અને કેટલાક સ્થળોએ પાણી વહેતા જોવા મળ્યું હતું.

ADVERTISEMENT
આ પણ વાંચો : VIDEO : કચ્છના વાતાવરણમાં પલટો, લખપત,નખત્રાણા,અબડાસા અને ભુજમાં ભારે પવન સાથે વરસાદ
ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ
ADVERTISEMENT
આ અચાનક આવેલા માવઠાએ ખેડૂતો માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી છે. ઉનાળુ પાક માટે ખેડૂતો દ્વારા કરાયેલી મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. દાડમ, કેરી અને ઘઉં જેવા પાકોને ખાસ કરીને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘણા વિસ્તારોમાં ઉભા પાકમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.