ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / VIDEO : કચ્છના વાતાવરણમાં પલટો, લખપત,નખત્રાણા,અબડાસા અને ભુજમાં ભારે પવન સાથે વરસાદ

કમોસમી વરસાદ / VIDEO : કચ્છના વાતાવરણમાં પલટો, લખપત,નખત્રાણા,અબડાસા અને ભુજમાં ભારે પવન સાથે વરસાદ

Published By: Bharatsinh Chauhan

Last Updated: 04:24 PM, 19 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kutch Rain : કચ્છમાં વહેલી સવારથી કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં અચાનક ફેરફાર, ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ

ADVERTISEMENT

Kutch Rain : કચ્છ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક બદલાવ જોવા મળ્યો હતો. વિગતો મુજબ આજે માતાના મઢ, લખપત, નખત્રાણા, અબડાસા તેમજ ભુજ તાલુકા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ બદલાયેલા માહોલને કારણે ઘણા વિસ્તારોમાં અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે સામાન્ય જનજીવન પણ થોડીવાર માટે પ્રભાવિત બન્યું હતું.

હવામાન વિભાગની આગાહી વચ્ચે આ કમોસમી વરસાદે અનેક તાલુકાઓને અસર કરી છે. અબડાસા, લખપત, માંડવી, મુન્દ્રા, ભુજ અને નખત્રાણા જેવા વિસ્તારોમાં વહેલી સવારે જ વરસાદ શરૂ થયો હતો. ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે ગામડાંની ગલીઓમાં પાણી ભરાઈ ગયા હતા અને કેટલાક સ્થળોએ પાણી વહેતા જોવા મળ્યું હતું.

આ પણ વાંચો : સોલાર પેનલથી લઇને ઝૂંપડાઓ સુધી, કમોસમી વરસાદથી ગુજરાતભરમાં ભારે નુકસાન

ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ

આ અચાનક આવેલા માવઠાએ ખેડૂતો માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી છે. ઉનાળુ પાક માટે ખેડૂતો દ્વારા કરાયેલી મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. દાડમ, કેરી અને ઘઉં જેવા પાકોને ખાસ કરીને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘણા વિસ્તારોમાં ઉભા પાકમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kutch Rain Farmers Crop Damage Unseasonal Rain

Published by

Bharatsinh Chauhan

Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ