ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સોલાર પેનલથી લઇને ઝૂંપડાઓ સુધી, કમોસમી વરસાદથી ગુજરાતભરમાં ભારે નુકસાન

ચિંતા / સોલાર પેનલથી લઇને ઝૂંપડાઓ સુધી, કમોસમી વરસાદથી ગુજરાતભરમાં ભારે નુકસાન

Published By: Priyankka Triveddi

Last Updated: 12:34 PM, 19 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત રાજ્યમાં ઉનાળાની વચ્ચે આવેલા કમોસમી વરસાદે રાજ્યભરના ખેડૂતોમાં ચિંતાનો માહોલ ઊભો કર્યો છે. સુરેન્દ્રનગર, બનાસકાંઠા, ડીસા, વાવ થરાદ અને સાબરકાંઠા વિસ્તારમાં ખેડૂતોને ખાસ કરીને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.

ADVERTISEMENT

Gujarat Unseasonal Rain: હવામાન વિભાગની આગાહી મુજબ 19મી તારીખે વહેલી સવારે આશરે ચાર વાગ્યે લખતર તાલુકામાં ભારે પવન અને વીજળી સાથે વાવાઝોડું ફૂંકાયું હતું. જેના કારણે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા અને દુકાનો, ઘરો તેમજ ઓફિસોના છાપરાના પતરા ઉડી ગયા હતા. લખતર-વિરમગામ હાઇવે પર લારીધારકો દ્વારા બાંધેલા છાપરાઓ ઉડી જતા અકસ્માત થવાની શક્યતા ઉભી થઈ હતી. પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. હાઇવે પર આવેલી કેટલીક પ્રાઇવેટ ઓફિસો અને હોટલોના પતરા પણ ઉડી જતા ભારે નુકસાન થયું હતું અને પતરા રસ્તા પર પડી જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તાલુકા પંચાયત ખાતે પણ એક વૃક્ષ ધરાશાયી થયું હતું. જો કે આ ભારે વાવાઝોડા છતાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જે રાહતની વાત ગણાય છે.

ડીસા માર્કેટ યાર્ડમાં બોરીઓ પલળી અને વેપારીઓને નુકસાન

બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદના કારણે ડીસા માર્કેટિંગ યાર્ડમાં મોટું નુકસાન નોંધાયું છે. માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલી બાજરી અને રાયડાની બોરીઓ વરસાદના પાણીથી પલળી ગઈ હતી. જેના કારણે વેપારીઓને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. નોંધનીય છે કે APMCના અધિકારીઓ દ્વારા અગાઉથી જ સૂચના આપવામાં આવી હતી કે અનાજને સુરક્ષિત રીતે રાખવું, છતાં ઘણા વેપારીઓએ આ બાબતે ગંભીરતા દાખવી નહોતી. પરિણામે મોટી માત્રામાં બાજરી અને રાયડાનું નુકસાન થયું છે. આ બનાવને લઈને માર્કેટ યાર્ડમાં વેપારીઓમાં ચિંતા અને નારાજગીનો માહોલ જોવા મળ્યો છે.

varsad-nuksan-3

પાક બરબાદ થતા ખેડૂતોને આર્થિક ફટકો

વાવ અને થરાદ તાલુકામાં અચાનક પડેલા વરસાદના કારણે ખેતરોમાં ઉભેલા વરિયાળી, ઇસબગુલ, દિવેલા અને તમાકુ જેવા પાકને ભારે નુકસાન થયું છે. વાવ તાલુકાના માડકા ગામમાં ખેડૂતના ખેતરમાં ઉભેલા દિવેલા અને ઇસબગુલના પાકને મોટો ફટકો લાગ્યો છે. જ્યારે થરાદ તાલુકાના વડગામડા ગામમાં વાવેતર કરેલી વરિયાળી બરબાદ થઈ ગઈ છે. ઉપરાંત લાખણી તાલુકામાં તમાકુના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. આ નુકસાનને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે અને તેઓ ચિંતામાં મુકાયા છે. પરિસ્થિતિ એવી બની છે કે ખેડૂતોને રાતાપાણીયા રડવાનો વારો આવ્યો છે. આ દરમિયાન કિસાન સંઘ દ્વારા સરકાર પાસે નુકસાન પામેલા ખેડૂતોને યોગ્ય વળતર આપવા માંગ કરવામાં આવી છે. જેથી ખેડૂતોને થોડી રાહત મળી શકે.

varsad-nuksan-4

કાંકરેજમાં પવન સાથે કમોસમી વરસાદનો કહેર, પાક અને મકાનોને નુકસાન

કાંકરેજ તાલુકામાં અચાનક આવેલા પવન સાથેના કમોસમી વરસાદે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. ખેતરોમાં ઉભેલા તમાકુ, ઘઉં અને એરંડા જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ભારે પવનના કારણે કાચી કેરીઓ પણ વૃક્ષ પરથી ખરી પડી હતી. જેના કારણે બાગાયત ખેડૂતોને પણ નુકસાન થયું છે. સાથે જ આકોલી અને કુંવારવા ગામોમાં મકાનોના છાપરાના પતરા ઉડી ગયા હતા અને કેટલીક જગ્યાએ લગ્નમંડપ પણ તૂટી પડ્યા હતા. આ પરિસ્થિતિને કારણે ખેડૂતોને “પડ્યા ઉપર પાટુ” જેવી હાલતનો સામનો કરવો પડી રહ્યો છે.

વાવ-થરાદ વિસ્તારમાં તોફાની પવનનો પ્રહાર, સોલર પ્લાન્ટને મોટું નુકસાન

વાવ અને થરાદ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડતા તોફાની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે ખાસ કરીને સોલર પ્લાન્ટોને મોટું નુકસાન થયું છે. સુઇગામ તાલુકાના ભરડવા ગામની સીમમાં આવેલા સોલર પ્લાન્ટમાં ભારે પવનના ઝોકા લાગતા અનેક સોલર પ્લેટો ઉડી ગઈ હતી અને તૂટી પડી હતી. આ ઘટનાથી સોલર પ્રોજેક્ટને મોટું આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જિલ્લામાં અન્ય વિસ્તારોમાં પણ પવનના કારણે સામાન્ય નુકસાન નોંધાયું છે પરંતુ સોલર પ્લાન્ટ પર પડેલા પ્રભાવને લઈને ચિંતા વધી છે.

બનાસકાંઠામાં હવામાનમાં અચાનક પલટો, રાત્રે પવન સાથે વરસાદથી ખેડૂતો ચિંતિત

બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા રાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેમાં ખાસ કરીને ડીસા વિસ્તારમાં વધુ અસર જોવા મળી હતી. આ અચાનક પડેલા કમોસમી વરસાદના કારણે ખેતરોમાં ઉભેલા પાકને નુકસાન થવાની ભીતી ઊભી થઈ છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા છવાઈ ગઈ છે. ભારે પવનના ઝોકા અને વરસાદના કારણે પાકને નુકસાન પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેથી ખેડૂતોએ પોતાની મહેનત બચાવવા માટે ચિંતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ: મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા અંબાજી-પાવાગઢ-ચોટીલાના દ્વારે

vtv app promotion

સાબરકાંઠામાં વહેલી સવારથી હવામાનમાં પલટો, પાકને નુકસાનની ભીતિ

સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ હવામાનમાં પલટો આવતા ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગ દ્વારા પહેલેથી જ આગાહી આપવામાં આવી હતી, અને તે મુજબ હવે પરિસ્થિતિમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ખેતરોમાં ઉભેલા ચણા, ઘઉં, વરિયાળી તેમજ વિવિધ શાકભાજીના પાકોને લઈને ખેડૂતોમાં ચિંતા વધી છે, કારણ કે જો કમોસમી વરસાદ પડે તો પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે. ખેડૂતો હવે હવામાન પર નજર રાખી રહ્યા છે અને પાકને બચાવવા માટે ચિંતિત બન્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Crop damage fear Strong winds Gujarat Unseasonal Rain

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ