ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ: મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા અંબાજી-પાવાગઢ-ચોટીલાના દ્વારે

નવરાત્રી / આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ: મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા અંબાજી-પાવાગઢ-ચોટીલાના દ્વારે

Published By: Priyankka Triveddi

Last Updated: 11:14 AM, 19 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતાંની સાથે જ રાજ્યભરમાં લોકોમાં એક અનેરો ઉત્સાહ છવાયો છે. આજે વહેલી સવારથી જ યાત્રાધામો પર ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. અને હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને અને આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે .

ADVERTISEMENT

Chaitri Navratri 2026: આજથી શરૂ થયેલી ચૈત્રી નવરાત્રીને લઈને ગુજરાતભરમાં ભક્તિ અને આસ્થાનો માહોલ છવાઈ ગયો છે. ચૈત્રી નવરાત્રીના પાવન પર્વની શરૂઆત સાથે જ શક્તિપીઠ અંબાજીમાં મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટી પડ્યા છે. વહેલી સવારે માતાજીના મંદિરમાં પરંપરાગત વિધિથી ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે ભક્તો વહેલી સવારથી જ માતાજીના દર્શન કરવા માટે લાંબી કતારમાં ઊભા રહેતા જોવા મળ્યા હતા. મંદિર અને વહીવટી તંત્ર દ્વારા ભક્તોની સુવિધા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ગબ્બર પર્વત પર પણ ભક્તિનો માહોલ છવાયો છે. જ્યાં ભક્તો માતાજીના જયઘોષ સાથે દર્શન કરી રહ્યા છે. ચાચર ચોકમાં ભક્તો માતાજીની આરાધનામાં ગરબા રમીને આનંદ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર અંબાજી ભક્તિમય બની ગયું છે.

પાવાગઢમાં પવન અને ધુમ્મસથી રોપ-વે સેવા બંધ

pavagadh

બીજી તરફ, પાવાગઢ ડુંગર પર હવામાનમાં અચાનક પલટો આવતા ભારે પવન અને ગાઢ ધુમ્મસ જોવા મળ્યો હતો. વહેલી સવારે ઠંડા પવનના ઝોકા સાથે ડુંગર પર અસ્પષ્ટતા વધી ગઈ હતી. ભારે પવનના કારણે રોપ-વે સેવા છેલ્લા એક કલાકથી વધુ સમય માટે બંધ રાખવામાં આવી હતી. જેના કારણે દર્શનાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા ભક્તોએ માતાજીના દર્શન માટે પગપાળા જવાનો વિકલ્પ અપનાવ્યો હતો. આ પરિસ્થિતિ છતાં ભક્તોની આસ્થા અડગ રહી હતી અને તેઓ ઉત્સાહપૂર્વક દર્શન માટે આગળ વધતા રહ્યા હતા.

bahucharaji

બહુચરાજીમાં વૈદિક વિધિ સાથે ઘટ સ્થાપન

ચૈત્રી નવરાત્રીના અવસરે યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી મંદિરે પણ વિશેષ મહત્વ જોવા મળ્યું હતું. અહીં શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ યોજાઈ હતી. નવરાત્રી દરમિયાન મા બહુચરાની ઉપાસનાને વિશેષ મહત્વ આપવામાં આવે છે અને આ અવસરે ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ભક્તો માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે પહોંચ્યા હતા. ભક્તોએ માતાજીના દર્શન કરી પોતાના જીવનને ધન્ય બનાવ્યું હોવાનો અનુભવ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં બે ચોંકાવનારા બનાવ: હોમગાર્ડ દ્વારા દુષ્કર્મ અને પ્રેમીના ત્રાસથી પરિણીતાનો આપઘાત

vtv app promotion

રાજ્યભરમાં ભક્તિનો માહોલ અને તંત્રની તૈયારી

bhakto

ચૈત્રી નવરાત્રીના પ્રારંભ સાથે જ સમગ્ર ગુજરાતમાં મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. અંબાજી, પાવાગઢ અને બહુચરાજી જેવા મુખ્ય શક્તિપીઠોમાં ભક્તોનો ઉમટેલો મેળો આસ્થાનું જીવંત દૃશ્ય રજૂ કરે છે. તંત્ર દ્વારા સુરક્ષા અને સુવિધાઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેથી ભક્તો નિરાંતે દર્શન કરી શકે. ભક્તો ગરબા, પૂજા અને ઉપાસના દ્વારા માતાજીની આરાધના કરી રહ્યા છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં ભક્તિ અને આનંદનો માહોલ છવાઈ ગયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chaitra Navratri Ambaji temple Devotees crowd

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ