બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં બે ચોંકાવનારા બનાવ: હોમગાર્ડ દ્વારા દુષ્કર્મ અને પ્રેમીના ત્રાસથી પરિણીતાનો આપઘાત
Last Updated: 09:59 AM, 19 March 2026
Surat Crime News: સુરત શહેરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં હોમગાર્ડ જવાને પરિણીતાની સાથે ગંભીર ગુનો આચર્યો છે. હોમગાર્ડ જવાને પરિણીતાને નશીલું પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ વર્ષ 2024માં એક યુવક પોતાની પત્ની ગુમ થયાની ફરિયાદ કરવા આવ્યો હતો ત્યારે હોમગાર્ડ જવાન પ્રકાશ છબલાણીએ મિસિંગ અરજીમાંથી મહિલાનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો. ત્યારબાદ આરોપીએ મહિલાનો સંપર્ક કરી તેને ધમકાવવાનું શરૂ કર્યું હતું. આરોપીએ મહિલાને ડરાવીને તેની પાસેથી અંદાજે 15,000 રૂપિયા પડાવ્યા હતા. આટલું જ નહીં, આરોપીએ મહિલાને હોટલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું. સમગ્ર ઘટનાએ માનવતા અને સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
ADVERTISEMENT
આરોપી અહીં અટક્યો નહીં પરંતુ તેણે મહિલાનો વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપીને સતત બ્લેકમેલ કરતો રહ્યો હતો. આરોપીએ મહિલાથી ઘરેણાં પણ પડાવી લીધાં અને લોન પર નવી બાઈક પણ લેવડાવી હતી. આખરે પીડિત મહિલાએ હિંમત દાખવી રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપી હોમગાર્ડ જવાન પ્રકાશ છબલાણીની ધરપકડ કરી છે અને મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આ કેસમાં વધુ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને આરોપીને કાયદેસરની સજા મળે તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
તો બીજી તરફ શહેરમાં એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે જેમાં યુવતી પ્રેમીના માનસિક ત્રાસથી કંટાળી આત્મહત્યા કરવા મજબૂર બની હતી.
ADVERTISEMENT
સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં 25 વર્ષીય પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. માહિતી મુજબ યુવતી પોતાના વતનના પ્રેમી રાહુલ પરીહારના સતત માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળી ગઈ હતી. આરોપી યુવક સતત યુવતીને પ્રેમસંબંધ જાળવવા માટે દબાણ કરતો હતો અને તેને ફોટા ઈન્સ્ટાગ્રામ પર વાયરલ કરવાની ધમકી આપતો હતો. આ કારણે યુવતી પર ભારે માનસિક દબાણ સર્જાયું હતું. પોલીસે તપાસ દરમિયાન આરોપી સાથે થયેલી WhatsApp ચેટ પણ મળી આવી છે. જેમાં આરોપી યુવતીને વારંવાર પરેશાન કરતો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી રાહુલ પરીહાર યુવતીને વીડિયો કોલ કરીને સતત ત્રાસ આપતો હતો. ચેટમાં યુવતીએ મરી જવાની વાત કરતાં આરોપીએ ઉદ્ધત રીતે “મરવાનું તો તારે છે જ, આજે મરે કે કાલે” જેવા મેસેજ મોકલ્યા હતા અને પૈસા આપી છૂટી જવાની પણ વાત કરી હતી. આ પ્રકારના મેસેજ અને ધમકીઓથી કંટાળી યુવતીએ આ ગંભીર પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાને પગલે અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનમાં આરોપી સામે આત્મહત્યા માટે પ્રેરણા આપવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા અને વધુ તપાસ હાથ ધરવા કામગીરી શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.