ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / રાજ્યભરમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં વાવાઝોડા જેવી સ્થિતિ

ગુજરાત હવામાન / રાજ્યભરમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં વાવાઝોડા જેવી સ્થિતિ

Published By: Priyankka Triveddi

Last Updated: 08:29 AM, 19 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત રાજ્યમાં હવામાનમાં અચાનક પલટો આવતા આજે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે ભારે પવન અને કમોસમી વરસાદની અસર જોવા મળી રહી છે.

ADVERTISEMENT

Gujarat weather: હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ સુધીના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગરમાં વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાવાની આગાહી છે. તેમજ ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે.

amdavad-pavan1

અમદાવાદમાં ભારે પવનથી જનજીવન પ્રભાવિત

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શહેરમાં જોરદાર પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે પવનના કારણે ઘણા વિસ્તારોમાં ઝાડ તૂટી પડવાના બનાવ બન્યા હતા. રસ્તાઓ પર મૂકવામાં આવેલા બેરિકેડ્સ પણ ઉખડી ગયા હતા, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. વસ્ત્રાપુર વિસ્તારમાં ભારે પવનના કારણે પોલીસ બુથ પણ ધરાશાયી થઈ ગયું હતું. આ પરિસ્થિતિને કારણે શહેરમાં લોકોમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધી કમોસમી વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી હતી જેના પગલે આજે 19 માર્ચની વહેલી સવારથી જ અમદાવાદ સહિતના શહેરોમાં જોરદાર પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. આશરે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા શહેરમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. જેના કારણે વાતાવરણ ધૂળમય બની ગયું હતું. આ પરિસ્થિતિમાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઠંડા પવનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

મહેસાણા જિલ્લામાં મીની વાવાઝોડું અને વીજ પુરવઠો ખોરવાયો

મહેસાણા જિલ્લામાં રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. પવન એટલો જોરદાર હતો કે શહેર અને ગામડાઓમાં અંધારપટ છવાઈ ગયો હતો. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સ્થાનિક તંત્ર દ્વારા વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હિંમતનગરમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી, જ્યાં ધૂળની આંધી સાથે પવન ફૂંકાતા વીજળી ગુલ થઈ ગઈ હતી. વિસનગરમાં ભારે પવનના કારણે દુકાનોના શેડ ધરાશાયી થયા અને હોડિંગ્સ પણ ઉડી ગયા હતા.

amdavad-pavan

સુરેન્દ્રનગરમાં આંધી-પવન સાથે વરસાદી છાંટા

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રાત્રે વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો. જોરદાર આંધી અને ભારે પવન સાથે વરસાદી છાંટા પડ્યા હતા. કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ભારે પવનના કારણે શહેરમાં અંધારપટ છવાઈ ગયો હતો અને અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. પીજીવીસીએલ (PGVCL) દ્વારા સુરક્ષાના ભાગરૂપે કેટલીક જગ્યાએ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. જેથી કોઈ દુર્ઘટના ન બને.

amdavad-bhare-pavan

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં પણ અસર અને તંત્રની તૈયારીઓ

વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં પણ વરસાદ અને ભારે પવનની આગાહી છે. તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લામાં પણ હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. તંત્ર દ્વારા તમામ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને જરૂરિયાત મુજબ તાત્કાલિક કામગીરી માટે ટીમો તૈયાર રાખવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગના તાજા અહેવાલ મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ (5 થી 15 મીમી પ્રતિ કલાક) વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ વિસ્તારોમાં 30થી 60 ટકા જેટલી વીજળી પડવાની સંભાવના પણ દર્શાવવામાં આવી છે. જેને કારણે લોકોને ખાસ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારે ભારે પવન સાથે ધૂળની આંધી, મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિ

vtv app promotion

યલો એલર્ટ અને આગામી કલાકોની આગાહી

બીજી તરફ કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને ખેડા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં હળવો વરસાદ (5 મીમી પ્રતિ કલાકથી ઓછો) થવાની શક્યતા છે અને પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેવાની આગાહી છે. હવામાન વિભાગ મુજબ આગામી ત્રણ કલાક એટલે કે સવારે 10 વાગ્યા સુધી દરમિયાન કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને ખેડા જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Unseasonal rain Orange alert Gujarat weather

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ