ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં વહેલી સવારે ભારે પવન સાથે ધૂળની આંધી, મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિ
Last Updated: 07:58 AM, 19 March 2026
ADVERTISEMENT
Ahmedabad Storm: વહેલી સવારે અમદાવાદ શહેરમાં અચાનક વાતાવરણમાં ફેરફાર થતા ભારે પવન અને ધૂળની આંધી જોવા મળી હતી. આજે વહેલી સવારે અમદાવાદ શહેરમાં અચાનક જ ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. પવન એટલો જોરદાર હતો કે રસ્તાઓ પર ધૂળની આંધી ફેલાઈ ગઈ હતી અને લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ અચાનક બદલાયેલા હવામાનને કારણે સામાન્ય જનજીવન પર પણ અસર પડી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભારે પવનના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. જેના કારણે રસ્તાઓ અવરોધિત બન્યા હતા. ખાસ કરીને ટૂવ્હીલર ચાલકો માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ હતી કારણ કે પવનના જોરમાં વાહન ચલાવવું જોખમી બની ગયું હતું. કેટલાક સ્થળોએ તો પવન એટલો જોરદાર હતો કે વાહનો પણ હલતા જોવા મળ્યા હતા. આ પરિસ્થિતિને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને ઘણા લોકો સુરક્ષિત સ્થળોએ આશરો લેવા મજબૂર બન્યા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT

આંબાવાડી વિસ્તારમાં નવા બ્રિજ માટે મૂકવામાં આવેલી લોખંડની બેરિયર્સ પણ ભારે પવનના કારણે પડી ગયા હતા. જેનાથી નુકસાન થયું હતું. શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવા નાના મોટા નુકસાનના બનાવો સામે આવ્યા હતા. તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી અને રસ્તાઓ પરથી પડેલા વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પણ વાતાવરણમાં અચાનક પલટો આવતા ઠંડકનો અનુભવ થતાં શહેરજનો તેનો આનદ લઈ રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.