બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / એક-બે નહીં, 35 દેશી દારૂના અડ્ડા પર જામનગર પોલીસના દરોડા, 14 તો મહિલાઓ ઝડપાઇ

મેગા ઓપરેશન / એક-બે નહીં, 35 દેશી દારૂના અડ્ડા પર જામનગર પોલીસના દરોડા, 14 તો મહિલાઓ ઝડપાઇ

Dinesh Chaudhary

Last Updated: 01:14 PM, 14 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરમાં શહેરમાં ધમધમતા 35 દેશી દારૂના અડ્ડા પર પોલીસે દરોડા પાડ્યા, દારૂનો ધંધો કરતી 14 જેટલી મહિલાઓ પકડાઇ

ગુજરાતમાં આમતો દારૂબંધીનો નિયમ લાગુ છે. પરંતુ માત્ર કહેવા પૂરતો હોય તેમ ઢગલાબંધ ઝડપાય છે, અનેક સિદ્ધિઓ હાંસલ કરનાર ગુજરાતને અવાર નવાર દારુના દૂષણનું કલંક લાગતું હોય છે. રાજ્યમાં દારૂબંધીના નિયમનો ઉલાળીયાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ પોલીસ કડકાઈ કરે તો આ ઘટનાઓ ચોક્સપણે અટકી શકે છે. જામનગર પોલીસે શહેરમાં ધમધમતા 35 દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડી આરોપીઓ પર કાર્યવાહી કરી છે.

jama 3

35 જેટલા દેશી દારૂના અડ્ડા પર પોલીસે દરોડા પાડ્યા

જામનગરમાં દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે તવાઇ બોલાવી છે. શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ધમધમતા 35 જેટલા દેશી દારૂના અડ્ડા પર પોલીસે દરોડા પાડ્યા હતા. દિગ્જામ સર્કલ પાસે બાવરીવાસમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. પોલીસની આ કાર્યવાહીમાં દારૂનો ધંધો કરતી 14 જેટલી મહિલાઓને પણ પકડી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 2 દિવસથી દારૂના અડ્ડા પર પોલીસે તપાસ કરી રહી છે. જેમાં DySP જયવીરસિંહ ઝાલા, PI, PSI સહિતનો સ્ટાફ કામગીરીમાં જોડાયો છે.

jam 1

આ પણ વાંચો: હવેથી કચેરીની 200 મીટરની ત્રિજ્યામાં નહીં કરી શકાય આંદોલન, જિલ્લા વહીવટીતંત્રનો મોટો નિર્ણય

બુટલેગરો બેફામ?

નામ પૂરતા જ કહેવાતા ગાંધીના ગુજરાતમાં દારૂની હાટડીઓ સરેઆમ ધમધમી રહી છે. જો કે, જામનગર પોલીસની સરાહનીય છે પરંતુ ફક્ત જામનગર શહેરમાંથી 35 દારૂના અડ્ડા ઝડપાયા છે તો શું અન્ય જિલ્લા કે, વિસ્તારમાં દારૂની હાટડિયો નહી હોય? જો કે, રાજ્યમાં દારૂબંધીના નિયમનો ઉલાળીયો કરતા અનેક વીડિયો પણ અવાર નવાર સામે આવતા હોય છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jamnagar Country Liquor Seized Jamnagar liquor Den Jamnagar Police Raid
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ