બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હવેથી કચેરીની 200 મીટરની ત્રિજ્યામાં નહીં કરી શકાય આંદોલન, જિલ્લા વહીવટીતંત્રનો મોટો નિર્ણય

નિયમ / હવેથી કચેરીની 200 મીટરની ત્રિજ્યામાં નહીં કરી શકાય આંદોલન, જિલ્લા વહીવટીતંત્રનો મોટો નિર્ણય

Dinesh Chaudhary

Last Updated: 11:28 AM, 14 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જિલ્લા વહીવટીતંત્રનો મહત્વનો નિર્ણય, કલેક્ટર કચેરી સહિતની સરકારી કચેરીઓમાં ઉપવાસ, ધરણા પર પ્રતિબંધ તેમજ કચેરીમાં હથિયારો અને વિસ્ફોટક પદાર્થ લઇ જવા પર પ્રતિબંધ

દાહોદ જિલ્લા વહીવટી તંત્રનો મહત્વનો નિર્ણય લીધો છે. કલેક્ટર કચેરી સહિતની જિલ્લાની સરકારી કચેરીઓમાં ઉપવાસ, ધરણા પર પ્રતિબંધ મૂકાયો છે. ઉલ્લેખનીય છે કે, દાહોદ કચેરીની 200 મીટરની ત્રિજ્યામાં આંદોલન નહીં કરી શકાય તેમજ કચેરીમાં હથિયારો અને વિસ્ફોટક પદાર્થ લઇ જવા પર પ્રતિબંધ મુકાયો છે.

dahod 1

દાહોદમાં સરકારી કચેરીઓમાં નહીં કરી શકે આંદોલન?

દાહોદ જિલ્લાના વહીવટી તંત્રના આ નિયમનો ભંગ કરનાર સામે સજાપાત્ર ગુનો દાખલ કરાશે. કોન્સ્ટેબલથી ઉચ્ચ અધિકારીઓને નિયમભંગની ફરિયાદ નોંધવાની સત્તા આપવામાં આવી છે. ત્યારે આ નિયમોના પગલે સરકારી કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈ વારંવાર કરતા ઉપવાસ, ધરણાઓ બંધ કરશે. સાથો સાથ કેટલાક વિરોધકર્તા લોકો અને માંગણીઓ કર્તા નાગરિકો વિવિધ વિસ્ફોટક પદાર્થ લઈને પણ કચેરીમાં ધસી આવતા હોય છે તે પણ અટકશે

આ પણ વાંચો: ગુજરાતના દરિયાકાંઠેથી ઝડપાયું 1800 કરોડનું ડ્રગ્સ, કોસ્ટગાર્ડ-ATSના સંયુક્ત ઓપરેશને અપાવી સફળતા

દાહોદ વહીવટીતંત્રનો મહત્વનો નિર્ણય

અત્રે જણાવીએ કે, થોડા દિવસ અગાઉ રાજ્ય સરકારે રાજ્યના આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર પ્રતિબંધ મામલે જાહેરાત કરી હતી. આરોગ્ય એ જીવન જરૂરિયાત બાબતમાં પ્રાથમિક હોય છે અને જેના પગલે આરોગ્ય સેવાને પણ પોલીસ સેવાની જેમ મહત્વની ગણીને ઓરોગ્ય કર્મચારીઓને હડતાળ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. તો બીજી તરફ રાજ્યની વિવિધ કચેરીમાં કર્મચારી પોતાની માગણીઓને લઈ આંદોલન કરતા હોય છે અને જેના પગલે વિવિધ કામગીરી પર અસર પડતી હોય છે. જેના પગલે દાહોદ વહીવટી તંત્રે પણ આ મહત્વનો નિર્ણય લીધો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dahod News Dharna Ban Dahod Collectorate Rules
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ