બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતના દરિયાકાંઠેથી ઝડપાયું 1800 કરોડનું ડ્રગ્સ, કોસ્ટગાર્ડ-ATSના સંયુક્ત ઓપરેશને અપાવી સફળતા

BIG BREAKING / ગુજરાતના દરિયાકાંઠેથી ઝડપાયું 1800 કરોડનું ડ્રગ્સ, કોસ્ટગાર્ડ-ATSના સંયુક્ત ઓપરેશને અપાવી સફળતા

Dinesh Chaudhary

Last Updated: 08:54 AM, 14 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના દરિયા કિનારેથી ભારતીય કોસ્ટગાર્ડ અને ATSએ મળીને 1800 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, 12 અને 13 એપ્રિલે ઓપરેશન હાથ ધરવમાં આવ્યું હતું

ગુજરાતના દરિયા કિનારેથી ફરી એકવાર કરોડો રૂપિયાનો ડ્રગ્સ ઝડપાયું છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી 1800 કરોડ રૂપિયાના ડ્રગ્સ ભરેલી બોટ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અત્રે જણાવીએ કે, આ ઓપરેશન તારીખ 12 અને 13 એપ્રિલે હાથ ધરવમાં આવ્યું હતું.

આ પણ વાંચો: આ ગરમી અંગ દઝાડશે!, ગુજરાતના આ જિલ્લાઓમાં હીટવેવની શક્યતા, જાણો લેટેસ્ટ આગાહી

300 કિલો ડ્રગ્સ જપ્ત કરાયો

ગુજરાતના પોરબંદરથી 190 કિલોમીટર દુર દરિયામાંથી 300 કિલો ડ્રગ્સ ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ(ATS)એ સંયુક્ત રીતે ઝડપી પાડ્યું છે. વિગતો મુજબ પાકિસ્તાની ડ્રગ્સ ભરેલી બોટ દરિયામાં આવી રહી હતી. તે દરમિયાન કોસ્ટ ગાર્ડની શીપને જોઈ પાક બોટ ચાલકો ડ્રગ્સને દરિયામાં ફેંકીને નાસી છૂટ્યા હતા.આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમતના આધારે એક મોટી ડ્રગ જપ્તી કાર્યવાહી માનવામાં આવી રહી છે.

ગુજરાતના દરિયાકિનારાનો ઉપયોગ કેમ?

દેશનો દરિયા કિનારો 7517 કિ.મી લાંબો છે. જેમાં પણ ગુજરાત પાસે 1640 કિ.મી લાંબો દરિયા કિનારો છે. કિનારા પર 144થી વધુ નાના-મોટા ટાપુ છે, સાથો સાથ પાકિસ્તાની દરિયાઇ સરહદ નજીક છે. ડ્રગ્સની હેરફેર પાકિસ્તાન અને ઇરાન કરે છે. પાકિસ્તાનનું કરાચી બંદર અને ઇરાનના ચાબહાર બંદરની ભૂમિકા મુખ્ય રહે છે. ભૌગોલિક રીતે ગુજરાતનો દરિયાકિનારો નજીક છે અને ગુજરાતનો ઉપયોગ અવર-જવર માટે કરવામાં આવે છે. ડ્રગ હેન્ડલર્સને અન્ય દેશની સીમામાં પહોંચાડવા પ્રયાસ કરે છે તેમજ ગુજરાતથી મુંબઇ સહિત દેશના અનેક રાજ્યમાં મોકલવામાં આવે છે. ડ્રગ્સ ગુજરાતમાં પણ ધનિકવર્ગમાં ડ્રગ્સની ખરીદીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં MD ડ્રગ્સ અનેક વાર પકડાયું છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગે ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ પકડાય છે. જેમાં દ્વારકા,પોરબંદર,ગીરસોમનાથથી અનેક વાર ડ્રગ્સ ઝડપાયું છે. સુરક્ષા એજ્ન્સીઓ પહેલાના પ્રમાણમાં વધુ સતર્ક છે જ્યારે અનેક વખત પેટ્રોલિંગના ડરથી ડ્રગ્સ ફેંકી દે છે અને જેના કારણે દરિયાકિનારેથી અનેક વખત પેકેટ મળ્યા છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Porbandar beach Drugs Gujarat Drugs Seized Gujarat Drugs News
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ