બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat High Court issued notice to 32 policemen including DySP, PI of Junagadh

નોટિસ / ગુજરાતમાં પહેલીવાર DySP-PI સહિત 32 પોલીસકર્મીઓને હાજર થવા ગુજરાત હાઇકોર્ટનો આદેશ, જૂનાગઢ દરગાહ કેસમાં લેવાયા એક્શન

Malay

Last Updated: 11:51 AM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Junagadh Stone Pelting Case: જૂનાગઢમાં પથ્થરમારાની ઘટના બાદ આરોપીને જાહેરમાં માર મારવામાં આવતા ગુજરાત હાઈકોર્ટે DySP, PI સહિત 32 પોલીસકર્મીને નોટિસ ફટકારી છે.

  • જૂનાગઢ પથ્થરમારા મામલે પોલીસકર્મીઓને નોટિસ
  • 32 પોલીસકર્મીને ગુજરાત હાઇકોર્ટની નોટિસ
  • 2 અઠવાડિયામાં કોર્ટમાં હાજર થવાં નોટિસ

જૂનાગઢ પથ્થરમારામાં ઝડપાયેલા આરોપીઓને જાહેરમાં માર મારવા બદલ ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક સાથે 32 પોલીસકર્મીઓને કન્ટેમ્પટ ઓફ કોર્ટની નોટિસ ફટકારવામાં આવી છે. કોર્ટ દ્વારા તમામ પોલીસ કર્મચારીઓને 2 અઠવાડિયામાં કોર્ટમાં હાજર થવાની નોટિસ આપવામાં આવી છે. સાથે જ ગુજરાત હાઇકોર્ટે જૂનાગઢ પોલીસને એફિડેવિટ દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. 

આરોપીઓને માર્યો હતો જાહેરમાં માર
સમગ્ર મામલાની વિગતવાર વાત કરીએ તો જૂનાગઢમાં 16 જૂને બનેલી પથ્થરમારાની ઘટનામાં ઝડપાયેલા 6 આરોપી અને 4 ચાર સગીરને પોલીસે જાહેરમાં કોરડા માર્યા હતા. તો પથ્થરમારાની ઘટના બાદ પકડાયેલા આરોપીઓની સાથે 4 સગીરોને પણ પોલીસે લોક-અપમાં અભદ્ર ભાષા વાપરીને માર માર્યો હતો. જે બાદ પીડિતોએ હાઈકોર્ટમાં એક અરજી કરીને જવાબદાર પોલીસકર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી. 

32 પોલીસકર્મીઓને કોર્ટે ફટકારી નોટિસ
આ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. આ દરમિયાન પીડિતના વકીલે દ્વારા દલીલો કરી હતી કે પથ્થરમારાની ઘટના બાદ પોલીસે સગીરોને બેરહેમીથી માર માર્યો હતો. જે બાદ હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા DySP, PI સહિત 32 પોલીસકર્મીને નોટિસ ફટકારી છે. કોર્ટે તમામ જવાબદાર પોલીસ અધિકારીઓને જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. 

GPSCની વધુ એક ભરતી પહોંચી હાઈકોર્ટના દ્વાર સુધી: અરજદાર પરીક્ષાર્થીઓને લઇ  આપ્યો મહત્વનો આદેશ | Another recruitment of GPSC reached the High Court

પોલીસ પર કરાયો હતો પથ્થરમારો
આપને જણાવી દઈએ કે, ગત 16 જૂને જૂનાગઢના મજેવડી દરવાજા પાસે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જૂનાગઢમાં દબાણ હટાવવા મુદ્દે એક ધર્મસ્થાનને નોટિસ આપતા કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. મોડી રાત્રે ટોળાએ પોલીસની ગાડી, એસ.ટી. બસ તેમજ અન્ય વાહનોમાં તોડફોડ કરી હતી. ટોળા દ્વારા થયેલા હુમલામાં એક DCP અને 3 પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. PGVCLની ગાડી ઉપર થયેલા પથ્થરમારામાં ડ્રાઈવરને પણ ઈજા પહોંચી હતી. પથ્થરમારાની આ ઘટનામાં એક નાગરિકનું પણ મૃત્યું થયું હતું. આ મામલાના પડઘા રાષ્ટ્રીય સ્તરે પણ પડ્યા હતા. જે બાદ પોલીસે 174 લોકોને રાઉન્ડઅપ કર્યા હતા. પથ્થરમારાના બનાવમાં પકડાયેલા આરોપીઓને પોલીસે જાહેરમાં કોરડા માર્યા હતા. જોકે, બાદમાં તમામને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ