બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / gujarat govt announces farmers aid scheme before vidhansabha session

સહાય / સત્ર શરૂ થતાની સાથે જ વિધાનસભામાં CM રૂપાણીએ ખેડૂતો માટે કરી દીધી મોટી જાહેરાત

Hiren

Last Updated: 04:27 PM, 23 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અતિવૃષ્ટિથી નુકસાન બદલ ગુજરાત સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત વિધાનસભા ગૃહમાં 3700 કરોડની ખેડૂતોને સહાયની જાહેરાત કરી છે.

  • રાજય સરકારની ખેડૂતો માટે સહાયની જાહેરાત
  • વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રીએ કરી જાહેરાત
  • 3700 કરોડની ખેડૂતોને સહાય કરાશે

હાલ રાજ્યમાં અતિવૃષ્ટીના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે આ જાહેર અગત્યની બાબત પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભામાં નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, 3700 કરોડની ખેડૂતોને સહાય કરવામાં આવશે. વધુમાં વધુ ખેડૂત ખાતેદારોને સહાય મળશે. જેમાં 27 લાખ ખેડૂતોને સહાય કરવામાં આવશે. 20 જિલ્લાના 123 તાલુકાને સહાય કરવામાં આવશે. 1 ઓક્ટોબરથી ખેડૂત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. ખેડૂતોને થયેલ નુકશાની અંગે સરકારે મોટી જાહેરાત કરી છે. જેને ભાજપ અને કોંગ્રેસ બંનેએ આવકાર્યું છે. સાથે જ કાર્યકર્તાઓ અને અધિકારીઓને ખેડૂતોને મદદ કરવા માટે અપીલ પણ કરી છે.

મુખ્યમંત્રીએ મોટુ મન રાખીને નિર્ણય કર્યોઃ ફળદુ

ખેડૂતોને સહાય અંગે કૃષિમંત્રી આર.સી ફળદુએ કહ્યું કે અગાઉ સરકારે સર્વે કર્યો હતો. આ સર્વેના આધારે સહાયનો નિર્ણય કર્યો છે. ઓગસ્ટમાં વરસાદથી પાકને વિપરિત અસર પડી છે. સર્વેના અહેવાલો આધારે નિર્ણય લેવાયો છે. સર્વે અને સ્થિતિને ધ્યાને રાખવામાં આવી છે. અમે જે કહ્યું હતું તેનું પાલન કર્યુ છે. મુખ્યમંત્રીએ મોટુ મન રાખીને નિર્ણય કર્યો છે. સરકારી આફતના સમયે સરકાર ખેડૂતોની પડખે છે.

ફળદુએ કહ્યું કે, રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી ઉમેરો કર્યો છે. પ્રતિ હેક્ટર 10 હજારની સહાયનો નિર્ણય કર્યો છે. ખેડૂતોવતી CM અને DyCMને અભિનંદન. ભૂતકાળમાં પણ ભાજપ સરકાર ખેડૂતોની પડખે રહી. ખેડૂતોની આર્થિક ઉન્નતી માટે સરકાર પ્રતિબદ્ધ છે. રાષ્ટ્ર સેવામાં ગુજરાતનો ખેડૂત મહેનત કરી રહ્યો છે.

દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં નાણા જમા કરાવીશુંઃ ફળદુ

સર્વેના અહેવાલ આવશે તે પ્રમાણે વિસ્તારોનો ઉમેરો થશે. દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં નાણા જમા કરાવીશું. હજુ પણ સર્વેના અહેવાલોની કામગીરી ચાલુ. એકપણ ખેડૂતને વંચિત રાખવામાં નહીં આવે.

કોંગ્રેસ પર કૃષિ મંત્રી આર.સી ફળદુના પ્રહાર

ફળદુએ કહ્યું કે કોંગ્રેસ સરકાર દરમિયાન ખેડૂતો રાતા પાણીએ રડતા હતા. કોંગ્રેસે સહાયના નામે ખેડૂતો પર બોજો નાખ્યો. કોંગ્રેસને ખેતીના મુદ્દે અજ્ઞાન છે. ભૂતકાળમાં કોંગ્રેસે ખેડૂતો માટે શું કર્યુ ? 32.15 લાખ ખેડૂતોએ અરજીઓ કરી હતી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Farmers gujarat ખેડૂત ગુજરાત Farmers
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ