બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat govt alert amid red alert: 7 teams of NDRF deployed in different areas of state

મેઘાની જમાવટ / રેડ એલર્ટ વચ્ચે ગુજરાત સરકાર સતર્ક: રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં NDRFની 7 ટીમો ડિપ્લોઇડ

Malay

Last Updated: 04:20 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heavy rain forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ, સંભવિત વરસાદની આગાહીવાળા વિસ્તારોમાં અત્યાધુનિક સાધનો સાથે NDRFની ટીમો તૈનાત.

  • ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર સતર્ક 
  • સંભવિત વિસ્તારમાં NDRFની 7 ટીમ ડિપ્લોઇડ
  • વહેલી સવારથી ગુજરાતના 76 તાલુકામાં વરસાદ

ઓફશોર ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી કરવામાં છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. તંત્ર દ્વારા સંભવિત વરસાદની આગાહી વાળા વિસ્તારમાં NDRFની 7 ટીમો ડિપ્લોઈડ કરવામાં આવી છે. 

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત, આ જિલ્લામાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદના કારણે  NDRFની ટીમ કરાઈ તૈનાત | The NDRF team reached Valasad due to heavy rains
ફાઈલ ફોટો

આ વિસ્તારોમાં NDRFની ટીમ ખડેપગે રખાઈ 
ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે અમરેલી, જૂનાગઢ, જામનગર, કચ્છમાં NDRFની 1-1 ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ ઉપરાંત નવસારી, રાજકોટ અને વલસાડમાં 1-1 ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં વરસાદના કારણે હજુ પણ 34 જેટલા રસ્તા બંધ છે. જેમાં 2 સ્ટેટ હાઇવે, પંચાયત હસ્તકના 30 અન્ય 2 સહિત 34 રસ્તા બંધ છે. તો રાજકોટમાં 1 અને જૂનાગઢમાં 1 સ્ટેટ હાઇવે બંધ છે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર અલર્ટ, જરોદ NDRFની 6 ટીમો  સ્ટેન્ડબાય | jarod ndrf team stand by in gujarat due to heavy rainfall

આગામી 5 દિવસ વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘરાજાની સવારીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાક સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે. જામનગર, દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મેહસાણામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો અમદાવાદમાં યલો એલર્ટ અપાયું છે.

ગુજરાતમાં આગામી 36 કલાક ભારે વરસાદની સંભાવનાઃ અંબાલાલ
હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી 36 કલાક ભારે વરસાદની સંભાવના છે. આગામી 36 કલાક પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. તેઓએ જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન સિદ્ધપુર, વડનગર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. તો પૂર્વ ગુજરાતમાં દાહોદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. 

નદીઓમાં આવશે પૂર: અંબાલાલ પટેલ
તેમણે કહ્યું છે કે, આગામી 8થી 12 જુલાઈ વચ્ચે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસશે. જૂનાગઢ, વેરાવળ સહિતના વિસ્તારમાં હજુ 5 ઈંચથી વધુ વરસાદ નોંધાશે. કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે બનાસકાંઠાની નદીઓમાં પૂર આવશે. આ સાથે નર્મદા, તાપી, રૂપેણ નદીમાં પૂરની આશંકા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ